________________
૭૫
અને મોક્ષમાર્ગ પ્રગટ થાય એ વાત અજ્ઞાનીને બેસતી નથી. તે એમ માને છે બીજું કાંઈ કરીએ. પણ અરે ભાઈ! તું બીજું શું કરી શકે છે? પોતાને જાણી
ઓળખી-શ્રદ્ધાન કરી પોતામાં કરી શકે છે, અને એ જ કર્તવ્ય છે. નિયમથી કર્તવ્ય હોય તો આ જ છે. શું? સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ કર્તવ્ય છે. બીજું
કાંઈ એને કર્તવ્ય છે જ નહિ. ૨. “સ્વરૂપનો યથાર્થ નિર્ણય ૧. યોગ્ય મુમુક્ષુતાના સર્ભાવમાં, મહા મંગલકારી પ્રત્યક્ષ યોગરૂપ સત્
સમાગમમાં આત્માથી જીવ સહજ માત્રમાં પોતાના જ્ઞાયક સ્વરૂપનો
યથાર્થ નિર્ણય કરી શકે છે કે જેને લીધે ભેદજ્ઞાન થાય અને સ્વાનુભવ થાય. ૨. સ્વરૂપનો યથાર્થ નિર્ણય કહો, સ્વરૂપનું ભાવભાસન કહો, આત્મ
સ્વરૂપનો પ્રતિભાસરૂપ નિશ્ચય કહો તે સર્વે એકાઈ છે. આ તબક્કે જીવ
સમ્યત્વ સન્મુખ દશામાં આવે છે. ૩. જ્યાં સુધી નિભ્રાંત દર્શનની અનુભૂતિની દશા પ્રગટ થતી નથી, જ્યાં
સુધી સર્વજ્ઞ પરમાત્માએ કહ્યો છે તેવી પૂર્ણ પરમાત્મા (અસ્તિત્વ) પોતાને અંતરંગમાં ભાસવાન લાગે ત્યાં સુધી તે વિષયમાં જિજ્ઞાસુ રહીને,
અંતરશોધ ચાલુ રહેવી ઘટે છે. ૪. આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય ન થાય ત્યાં સુધી જિજ્ઞાસાની ભૂમિકા
લિંબાય છે અને તે અપૂર્વ જિજ્ઞાસા જ નિર્ણયને લઈ આવે છે. ત્યારે જિજ્ઞાસાનું કાર્ય પૂરું થાય છે. હવે જ્ઞાનમાં અવભાસિત થયેલ આત્મ
સ્વરૂપની અનન્ય રુચિપૂર્વક પુરુષાર્થની ફુરણા ચાલુ થાય છે. ૫. બાહ્ય દેખાવની અપેક્ષાએ સ્વાધ્યાય, પૂજા, તપ, ત્યાગ, વ્રત, દાન,
યાત્રા, ઊંધા અભિપ્રાયના સદ્ભાવમાં, આત્માના લક્ષ વિનાની તે પ્રવૃત્તિઓ પ્રયોજનભૂત કાર્ય માટે નિષ્ફળ જાય છે. આત્મ જાગૃતિના અભાવપૂર્વક તે ક્રિયાઓમાં ગોઠવાઈ અને ઊડે ઊંડે સંતોષાઈ જાય છે અને તે અનર્થનું કારણ બને છે. યથાર્થ પ્રકારે નિર્ણય બદલાયો હોવાથી અનાદિ વિપરીત નિર્ણય યથાવત્ રહે છે. ધર્મ તો દ્રવ્યની મુખ્યતામાં દ્રવ્યના આશ્રયે જ પ્રગટ થાય છે. નિશ્ચય નયના વિષયભૂત દ્રવ્યને મુખ્ય રાખવું જોઈએ. જ્યાં સુધી અશુભ પ્રવૃત્તિથી દૂર રહી, દોષ મટાડવાની ઈચ્છાથી ગુણભાવનાથી ભલે જીવ શરૂઆત
શનિ