________________
- ૫૭
આવું વિપરીત જ્ઞાન જ્યારે ઉદ્દભવે છે જીવને,
ત્યારે કાંઈ પણ ભાવ તે ઉપયોગ શુદ્ધાત્મા કરે.” -૧૮૩ ૫. પ્રવચનસાર ગાથા ૬૮માં કહે છે - નિશ્ચયથી હું આત્મા એક છું, હું દેહ નથી, હું મન નથી, હું વચન નથી. હું મન, વચન, કાયાનું કારણ પણ નથી. હું એનો કર્તા નથી. હું કરાવનાર નથી. એના કરનારનો અનુમોદનાર નથી. નિયમસાર ગાથા ૩૮માં કહે છે - નિગ્રંથ છે, નિષ્કામ છે, નિ:ક્રોધ, જીવ નિર્માન છે,
નિ:શલ્ય, તેમ નિરાગ, નિર્મદ, સર્વ દોષ વિમુક્ત છે.” ૭. આત્મા પોતે જ આત્માનો સાચો ગુરુ છે; કારણ કે પોતાનામાં જ પોતાનું
હિત કરવાની ઈચ્છા ઉદ્ભવે છે-પોતે જ પોતાના હિતને જાણે છે, પોતે જ પોતાને હિત સાધનમાં પ્રેરણા કરે છે.
સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ ૮. જે પરમાત્મા છે તેવો જ હું છું, જે હું છું તે જ પરમાત્માનું સ્વરૂપ છે.
તેથી હું મારી પોતાની ઉપાસના કરું છું, કોઈ બીજાની હું ઉપાસના
કરતો નથી. ૯. આ જીવ અનાદિ અનંત છે, સ્વભાવથી નિશ્ચલ છે. સ્વાનુભવ ગમ્ય છે,
પ્રગટ છે, ચૈતન્યરૂપ છે, પોતાના જ પૂર્ણ ઉદ્યોત સ્વરૂપ છે. • ૧૦. આત્મા જ સમ્યગ્દર્શન છે, સમ્યજ્ઞાન છે, સમ્યચ્ચારિત્ર છે એમ જાણો.
આત્મા જ સંયમ, શીલ, તપ અને પચ્ચખાણ છે. ૧૧. હું નય-નિક્ષેપ-પ્રમાણ આદિ વિકલ્પોથી રહિત પરમ શાંત છું, હું એક
ચૈતન્યરૂપ પ્રકાશ છું, હું શુદ્ધાત્માનુભવથી જ અનુભવ કરવા યોગ્ય છું. ૧૨. જે જે વસ્તુ કે અવસ્થા પરના (કર્મના) સંયોગથી આવે છે તે સર્વમારાથી
ભિન્ન છે; તે સર્વને ત્યાગવાથી જ હું મુક્ત છું એવી મારી સમજણબુદ્ધિ સત્ય છે.