________________
ઉછાળા - શુભાશુભ વિકલ્પો - શમતા નથી, પરંતુ જ્યાં તે દૃષ્ટિને પરમાત્મ તત્ત્વરૂપ ધ્રુવ આલંબન હાથ લાગે છે ત્યાં તો તે જ ક્ષણે તે જીવ (દૃષ્ટિ અપેક્ષાએ) કૃતકૃત્યતા અનુભવે છે, (દૃષ્ટિ અપેક્ષાએ) વિધિ-નિષેધ વિલય પામે છે, અપૂર્વ સમરસ ભાવનું વેદન થાય છે, નિજ સ્વભાવરૂપ પરિણમનનો પ્રારંભ થાય છે. અને કૃતક ઔપાધિક ઉછાળા ક્રમે ક્રમે વિરામ પામતા જાય છે.
૧૧. આ નિરંજન નિજ પરમાત્મા તત્ત્વના આશ્રયરૂપ માર્ગે જ સર્વ મુમુક્ષુઓ ભૂતકાળે પંચમ ગતિને પામ્યા છે, વર્તમાન કાળે પામે છે અને ભાવી કાળે પામશે.
૧૨. આ પરમાત્મા તત્ત્વ સર્વ તત્ત્વોમાં એક સાર છે, ત્રિકાળ-નિરાવરણ, નિત્યાનંદ-એક સ્વરૂપ છે, સ્વભાવ-અનંત ચતુષ્ટયથી સનાથ છે, સુખ સાગરનું પૂર છે, કલેશોદધિનો કિનારો છે, ચારિત્રનું મૂળ છે, મુક્તિનું કારણ છે, સર્વ ભૂમિકાના સાધકોને તે જ એક ઉપાદેય છે, હે ભવ્ય જીવો! આ પરમાત્મા તત્ત્વનો આશ્રય કરી તમે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરો. એટલું ન કરી શકો તો સમ્યગ્દર્શન તો અવશ્ય કરો જ. એ દશા પણ અભૂતપૂર્વ અને અલૌકિક છે.
૧૦. ભવ્યને ભલામણ
૧. હે ભવ્ય ! આત્મ કલ્યાણ માટે તું આ ઉપાય કર ! બીજા બધાય ઉપાય છોડીને આ જ કરવાનું છે. હિતનું સાધન બહારમાં લેશમાત્ર નથી. મોક્ષાર્થીએ સત્સમાગમે જ્ઞાનસ્વરૂપ આત્માનો નિશ્ચય કરવો. વાસ્તવિક તત્ત્વની શ્રદ્ધા વગર અંદરમાં વેદનની રમઝટ નહિ જામે.
૨. પ્રથમ અંતરથી સત્નો હકાર આપ્યા વગર સત્ સ્વરૂપનું જ્ઞાન થાય નહિ અને સત્ સ્વરૂપના જ્ઞાન વગર ભવ બંધનની બેડી તૂટે નહિ. ભવ બંધનના અંત વગર જીવન શા કામના ?
૩.
ભવના અંતની શ્રદ્ધા વગર કદાચ પુણ્ય કરે તો તેનું ફળ રાજપદ કે દેવપદ મળે, પરંતુ આત્માને શું ? આત્માના ભાન વગરના તો એ પુણ્ય અને એ દેવપદ બધાય ધૂળધાણી જ છે, તેમાં આત્માની શાંતિનો અંશ પણ નથી. માટે પહેલાં શ્રુતજ્ઞાન વડે જ્ઞાન સ્વભાવનો દૃઢ નિશ્ચય કરતાં પ્રતીતમાં ભવની શંકા રહેતી નથી અને જેટલી જ્ઞાનની દૃઢતા થાય તેટલી શાંતિ વધતી જાય છે.