________________
૪. ભાઈ! પ્રભુ! તું કેવો છો, તારી પ્રભુતાનો મહિમા કેવો છે એ તે જાણ્યું
નથી. તારી પ્રભુતાના ભાન વગર તું બહારમાં જેના-તેના ગાણાં ગાયા કરે છે તો તેમાં કાંઈ તને તારી પ્રભુતાનો લાભ નથી. તે પરના ગાણાં ગાયા પણ પોતાના ગાણાં ગાયા નહિ, અર્થાત્ પોતાના સ્વભાવની મહત્તા જાણી નહિ તો તને શો લાભ? ભગવાનની પ્રતિમા સામે કહે છે કે, “હે નાથ, હે ભગવાન! આ૫ અનંત જ્ઞાનના ધણી છો...” ત્યાં સામો પણ એવો જ પડઘો પડે છે તેનાથ, હે ભગવાન! આપ અનંત જ્ઞાનના ધણી છો.' એટલે કે જેવું પરમાત્માનું સ્વરૂપ છે, એવું જ તારું સ્વરૂપ છે, તેને તું ઓળખ; તો તને તારી પ્રભુતાનો
લાભ થાય ! ૬. શુદ્ધાત્મ સ્વરૂપનું વેદન કહો, જ્ઞાન કહો, શ્રદ્ધા કહો, ચારિત્ર કહો,
અનુભવ કહો કે સાક્ષાત્કાર કહો - જે કહો તે એક આત્મા જ છે. વધારે શું કહેવું? જે કાંઈ છે તે આ એક આત્મા જ છે, તેને જુદા જાદા નામથી કહેવાય છે. કેવળીપદ, સિદ્ધપદ, સાધુપદ, શ્રાવકપદ એ બધા એક આત્મામાં જ સમાય છે. આરાધના, મોક્ષમાર્ગ એ વગેરે પણ શુદ્ધ
આત્મામાં જ સમાય છે. ૭. આવા આત્મસ્વરૂપની સમજણ, જ્ઞાન, શ્રદ્ધા, દર્શન કે અનુભૂતિ એ જ
નિશ્ચય સમ્યગ્દર્શન છે. અને એ સમ્યગ્દર્શન જ આત્માના સર્વ ધર્મનું મૂળ છે. સમ્યગ્દર્શનથી જ આત્માના સુખની શરૂઆત થાય છે, ધર્મની શરૂઆત થાય છે. આત્માનું સુખ અંતરમાં છે તે પ્રગટ અનુભવમાં આવે છે, આ અપૂર્વસુખનો રસ્તો સમ્યગ્દર્શન છે. અખંડ આત્મ સ્વભાવ તે નિશ્ચય છે. અખંડ વિજ્ઞાનઘન સ્વરૂપ જ્ઞાન સ્વભાવી આત્મા તે નિશ્ચય છે. અને પરિણતિને સ્વભાવ સન્મુખ કરવી તે શુદ્ધ વ્યવહાર છે. મતિ-શ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળવાના પુરુષાર્થરૂપી જે પર્યાય તે આત્માનો વ્યવહાર છે.
જ્યારે મતિ-શ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળ્યા અને આત્માનો અનુભવ કર્યો તે જ વખતે આત્મા સમ્યકપણે દેખાય છે-શ્રદ્ધાય છે-જણાય છે. આ સમ્યગ્દર્શન પ્રગટવા વખતની વાત છે.
હું ભગવાન આત્મા સમયસારછું એમ જેનિર્વિકલ્પશાંતરસ અનુભવાય છે તે જ સમયસાર છે અને તે જ સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન છે.