________________
૯. જેણે સંયોગને પોતાના માન્યા છે તે ક્યારેય સંયોગ રહિત થશે નહિ. ૧૦. ભગવાન! તારી ભૂલ બતાવીએ છીએ, તે ભૂલ ટાળવા માટે બતાવીએ
છીએ હો ! તારા અપમાન-અનાદર માટે નહિ. ૧૧. અહા! બધાય આત્મા પરમાત્મા સ્વરૂપ છે - હુંય પરમાત્મા સ્વરૂપ અને
તું ય પરમાત્મા સ્વરૂપ - તે બધાય પર્યાયમાં ભગવાન થાય એવી ભાવના
કર!
૧૨. જ્ઞાયક ધ્રુવ સિવાય બીજો કયો પદાર્થ છે કે જેના આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટ
કરવાનું બળ મળે? સાધનાનું બળ પ્રગટ થાય? અહા! આશ્રય કરે ભલે
પર્યાય - પણ આશ્રય તો જ્ઞાયક ભૂમિનો જ છે. ૧૩. તારા સિવાય જો કોઈ પણ પર વસ્તુને અધિક માની અને તેને પોતાને
હીણો માન્યો તો તું નીચ-હીણો-નાલાયક છો. ૧૪. જેનો આદર કરે તે મળ્યા વિના રહે નહિ. આત્માનો અનાદર કરીને જો
સંયોગોનો આદર કર્યો તો તે સંયોગ મળ્યા વિના રહેશે નહિ અને જો
સ્વભાવનો આદર કર્યો તો સ્વભાવ મળ્યા વિના રહેશે નહિ. ૧૫. જ્ઞાયકના આશ્રય વિના પર્યાયમાં જે દુકાળ છે તે કેવી રીતે ટળશે ? ધ્રુવ
જ્ઞાયકના અવલંબન વિના પર્યાયમાં સુકાળ ક્યાંથી થશે? માટે-મોટાનો
- જ્ઞાયકનો આશ્રય લે. ૧૬. ત્રિકાળને પ્રસિદ્ધ કરનાર ક્ષણીક છે – અનિત્ય, નિત્યનો નિર્ણય કરે છે.
દ્રવ્યનો આશ્રય હોય, વેદનન હોય. જ્યારે પર્યાયનું વદન હોય આશ્રય ન
હોય. ત્રિકાળી દ્રવ્યનું લક્ષ ને ક્ષણિક પર્યાયનું વેદન. ૧૧. ભલા જીવોને ભલી ભલામણ
બધાએ જીવનમાં એક ધ્યેય રાખવાનું - જ્ઞાયક આત્મા કેમ ઓળખાય? તે માટે તત્વના અભ્યાસથી (શ્રુતજ્ઞાનના અવલંબનથી) તત્ત્વનો યથાર્થ નિર્ણય કરવાનો
હું જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું'.
જીવનમાં જે નિર્ણય કર્યો છે તે નિર્ણયની દઢતાથી આગળ જવાનું છે અંદર પુરુષાર્થ કરવો. ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. ચૈતન્ય ભગવાન આત્મા રાગથી ભિન્ન છે. શુભ ભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા અને અંદરમાં જ્ઞાયક દેવની આરાધના - મહિમાં કરવી.