________________
બસ, બીજા બધા વિભાવ ભાવોને ગૌણ કરીદેવા અને જ્ઞાયકદેવને મુખ્ય કરીને જીવન ગાળવું. બસ, તે એક જ ધ્યેય રાખવું. જે ધ્યેય નક્કી કર્યું છે કે આ રીતે જીવન ગાળવું તે એક જ ધ્યેયની દૃઢતાથી આગળ જવાનું છે.
શાસ્ત્ર-સ્વાધ્યાય, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા અને અંદરમાં શુદ્ધાત્મા કેમ ઓળખાય તે ધ્યેયની દઢતા રાખવી.
હું તો એક જ કહું છું અને તે એક જ કરવાનું છે કે એક આત્માને ઓળખો. બસ, તેમાં બધું આવી જાય છે. દેવ-શાસ્ત્ર-ગુરુના સાનિધ્યમાં રહીને તેમની અને આત્માની આરાધના કરવી. બસ, આ જ કરવાનું છે. '
લૌકિક જીવન જુઓ ને ! કેવાં જાય છે? સંસાર આખો વિષમ તાપથી સળગી રહ્યો છે. આ જીવન જે આત્મા માટે ગાળ્યું તે યથાર્થ જીવન છે, બાકી સંસારના બધા લૌકિક જીવન નકામાં છે, લૌકિકમાં તો આખો દિવસ ખાવું, પીવું, વ્યવહાર રાખવા તે બધું હોય છે. તે બધું જીવન તે જીવન નથી.
મનુષ્ય જીવનમાં જ્ઞાયકનું ધ્યેય હોય અને દેવ-શાસ્ત્ર-ગુરુનું સાનિધ્ય મળે તેમાં જીવન જાય તો તે સફળ જીવન છે. બાકી તે વિના બધા જીવન સાવ નિષ્ફળ, તુચ્છ અને સૂકા છે. તે જીવન આદરવા યોગ્ય નથી. એક શુદ્ધ આત્મા આદરવા યોગ્ય છે. તેથી જે જીવનમાં આત્માનું કાંઈ કર્યું નહિ, તેની આરાધના કરી નહિ તથા દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા કરી નહિ તે જીવન નકામું છે. સારઃ ૧. એક જ ધ્યેય, “જ્ઞાયક આત્મા કેમ ઓળખાય?' ૨. તત્ત્વનો યથાર્થ નિર્ણય. ૩. અંદર પુરુષાર્થ કરવો, જ્ઞાન, શ્રદ્ધા નિર્મળ કરવા. ૪. ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો. ૫. અંદરમાં જ્ઞાયક દેવની આરાધના.
શુભ ભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુનો મહિમા, તેમના સાન્નિધ્યમાં રહીને આત્માની આરાધના કરવી. આ પાંચમાં જીવન જાય તે સફળ જીવન છે. મનુષ્યપણું પામીને જીવન કેમ જીવવા જેવું છે?? ૧. આત્મા જે સ્વરૂપે છે તેનું સાચું જ્ઞાન અને શ્રદ્ધા કરવા જેવી છે.