________________
૩
૧૭
શાક ભાવ
જે જ્ઞાયક છે તે જ એટલે જે ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ છે, જેમાં કોઈ પર્યાય નથી. જેમાં શુભાશુભ ભાવ નથી તેમજ જેમાં પ્રમત્ત-અપ્રમત્તના ભેદ નથી એવી ચીજ છે તે છે. પોતે તો શાયક આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. ચૈતન્ય ચંદ્ર છે. અર્થાત્ વસ્તુ જિન સ્વરૂપી જ છે. ચૈતન્ય સ્વરૂપ - જ્ઞાયક સ્વરૂપ - વસ્તુ કે જે એકલા જ્ઞાનરસે, આનંદરસે, શાંતરસે, વીતરાગરસ સ્વરૂપ જ બીરાજમાન છે. શીતળ...શીતળ...શીતળ... એવા ચૈતન્ય પ્રકાશનો પુંજ-ચંદ્ર છે.
–
પણ જેનો અભિપ્રાય રાગનો અને પરનો છે અર્થાત્ જેને રાગની અને પરની રુચિ છે એવા રુચિવાળાને આ વસ્તુ જિનસ્વરૂપી છે તો પણ તેની ખબર નથી. અહા ! આ વસ્તુ છે તો જિનસ્વરૂપ એટલે કે તે છે તો શુદ્ધ. અરે, તેને શુદ્ધ કહો, જિન સ્વરૂપ કહો, જ્ઞાયક કહો, ધ્રુવ કહો, અભેદકહો કે સામાન્ય કહો એક જ છે.
તો આવી ચીજ હોવા છતાં તેની સમીપમાં એ દ્રવ્ય પડ્યું હોવા છતાં અજ્ઞાનીનું પર ઉપર લક્ષ છે તેથી તેની તેને ખબર પડતી નથી. અહા ! એક સમયની પર્યાયની સમીપમાં પ્રભુ પડ્યો જ છે. જ્ઞાનની જાણવાની જે એક સમયની પર્યાય છે તે પર્યાયની સમીપ જે અનાકુળ આનંદનો નાથ ભગવાન આત્મા-આખી ધ્રુવ ચીજ પ્રભુ આત્મા-પડ્યો છે. છતાં પણ ત્યાં અજ્ઞાનીની નજર નહિ હોવાથી તેને તેની ખબર નથી. તેની વર્તમાન જ્ઞાનપર્યાયમાં આખું દ્રવ્ય જ જણાય છે. એવો તું સર્વોત્કૃષ્ટ નાથ અંદર બીરાજે છે.
તો, આ એવો સર્વોત્કૃષ્ટ નાથ એક સમયની પર્યાયમાં જ પડેલો છે તે અજ્ઞાનીને પણ સમીપમાં છે, નજરમાં છે કેમ કે પર્યાય સ્વભાવ જ એવો છે. શું કહ્યું ? કે જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે આખું દ્રવ્ય જ એ જાણે છે. કહે છે કે એક સમયની જ્ઞાનની વર્તમાન ઊઘડેલી જે પર્યાય છે તેમાં એ દ્રવ્ય જ જણાય છે. પણ અજ્ઞાનીની દૃષ્ટિ ત્યાં નથી. અનાદિની તેની દૃષ્ટિ દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ અને કાં તેને જાણનારી એક સમયની પર્યાય ઉપર છે. બસ, ત્યાં આગળ જ એ ઊભો છે. તેથી તે મિથ્યાદષ્ટિ છે. સત્ય દૃષ્ટિથી વિરુદ્ધ દૃષ્ટિવાળો છે.
પરંતુ સત્ય જે પ્રભુ આત્મા છે, તેને જ્ઞાયક ભાવ કહો, સત્યાર્થ કહો,