________________
ભૂતાર્થ કહો, પૂર્ણાનંદનો પ્રભુ કહો કે સત્ય સાહેબો કહ્યો એક જ છે. તો તેની ઉપર અજ્ઞાનીની નજર નથી. જો કે એ છે તો પર્યાયમાં જણાય એવી ચીજ. એટલે કે જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો એ જ જ્ઞાયકભાવ જણાય છે એમ પરમાત્મા પ્રભુ કહે છે.
તો કહે છે કે પ્રભુ! એક વાર સાંભળ કે તારી વર્તમાન જે જ્ઞાનની એક સમયની દશા છે તેનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ હોવાથી ભલે તારી નજર ત્યાં ન હોય પણ તે પર્યાયમાં દ્રવ્ય જ જણાય છે. ભગવાન આત્મા ! પ્રભુ! તું જેવડો મોટો પ્રભુ છો એવડો તારી એક સમયની પર્યાયમાં - અજ્ઞાન હોય તો પણ પર્યાયમાં-જણાય છે. કેમ કે જ્ઞાનની પર્યાયનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે. માટે તે પર્યાયમાં સ્વ (આત્મા) પ્રકાશે છે જ, પણ તારી નજર ત્યાં નથી. તારી નજરદયા કરી, વ્રત પાળ્યાં, ભક્તિ કરી અને પૂજાઓ કરી-એવો જે રાગ છે તેના ઉપર છે અને તે નજરને લઈને તેને રાગ જ જણાય છે, જે મિથ્થાબુદ્ધિ છે. અર્થાત્ રાગને જાણનારી જે જ્ઞાન પર્યાય છે, તે જ પર્યાય સ્વને જાણનારી છે. પરંતુ તેમાં (સ્વમાં) તારી નજર નહિ હોવાથી તને રાગ અને પર્યાય જ જણાય છે. જે મિથ્થાબુદ્ધિ, મિથ્યાદષ્ટિ છે.
પણ એની દષ્ટિ પર દ્રવ્ય અને તેના ભાવ ઉપરથી છૂટી ગઈ છે તેમ પર્યાયના ભેદ ઉપરથી પણ જેનું લક્ષ છૂટી ગયું છે અને અન્ય દ્રવ્યના ભાવથી પણ લક્ષ છૂટ્યું એટલે કે રાગથી લક્ષ છૂટ્યું તો પર્યાયથી પણ લક્ષ છૂટી ગયું. સમ્યગ્દર્શનની-ધર્મની પહેલી જ ચીજ આવી છે.
તો એક વાર જ્યાં પ્રભુ છે ત્યાં નજર કરને! જ્યાં ચૈતન્યસ્વરૂપ પ્રભુ ભગવાન આત્મા છે ત્યાં નજર કરને! - અહા ! એકલા અખંડ આનંદની કંદ, પૂર્ણાનંદ સ્વરૂપ, ચૈતન્ય રસથી ભરેલો અને જિન સ્વરૂપ આત્મા છે. અર્થાત્ ત્રિકાળી જિને સ્વરૂપી, વીતરાગ સ્વરૂપી પ્રભુ આત્મા છે. પરનું લક્ષ છોડી, રાગનું લક્ષ છોડી અને રાગને જાણનારી પર્યાયનું પણ લક્ષ છોડી જ્યારે લક્ષ આત્મા ઉપર ગયું ત્યારે પર્યાયમાં શુદ્ધતા પ્રગટે. તે શુદ્ધતાએ દ્રવ્યની સેવા કરી અર્થાત્ શુદ્ધતાએ દ્રવ્યનો સ્વીકાર કર્યો અને તેની તે શુદ્ધ પર્યાયમાં શુદ્ધ દ્રવ્ય જણાયું. તથા તેને માટે તેને (જ્ઞાયક ભાવને) શુદ્ધ કહેવામાં આવે છે. જે શુદ્ધ છે તે તો છે જ પણ તેની ખબર
ક્યારે પડે? કે તું જ્યારે પરના લક્ષને છોડી દઈને દ્રવ્યને ધ્યેય બનાવ ત્યારે કેમ છે કે, તેને ધ્યેય બનાવતા જે પર્યાયમાં તેનો સત્કાર થયો, ઉપાસના થઈ, શુદ્ધતા