________________
૧૯
પ્રગટી તે સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાયમાં શુદ્ધ છે એમ જણાય છે.
પર દ્રવ્ય અને એના ભાવનું લક્ષ - સંપૂર્ણપણે છોડી દઈને પૂર્ણ શુદ્ધ જ્ઞાયકભાવ ઉપર લક્ષ કરતાં જેને પર્યાયમાં શુદ્ધતા થાય, સમ્યગ્દર્શન થાય તે જીવને શુદ્ધ કહેવામાં આવે છે. અંતર સ્વભાવના આશ્રયને લઈ તેનો સત્કાર અને તેના સન્માનને લઈને જ્યારે પર્યાયમાં શુદ્ધતાનું ભાન થયું, સમ્યગ્દર્શન થયું ત્યારે તે જીવને ‘આ શુદ્ધ છે’ એમ કહેવામાં આવે છે.
ભગવાન આત્મા તો આનંદ સ્વરૂપ છે, અતીન્દ્રિય આનંદનો ગાંઠડો છે. તો તેની સેવા કરતાં, તેનું અધિકપણું કરતાં, બીજા કરતાં તેનું અધિકપણું ભાસતા જેને પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય તેને ‘આ શુદ્ધ છે’ એમ કહેવામાં આવે છે.
ભગવાનનો, ત્રણ લોકના નાથનો આત્મા અને તેમની વાણી પણ મારી નથી. કેમ કે તેના લક્ષમાં જો હું જાઉં તો મને રાગ થાય છે. માટે એ લક્ષ છોડીને ચૈતન્ય ભગવાન શાયકભાવની નજર કરું છું. અહા ! પરમ પીંડ પ્રભુ આત્મા પાસે જ પડ્યો છે. એક સમયની પર્યાયની પાસે જ પડ્યો છે. તો, ત્યાં નજર કરતાં તે નજરમાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન થાય છે. અને તેને એ આત્મા શુદ્ધ છે એમ કહેવામાં આવે છે.
જ
જ
‘ને જે શાત તે તો તે જ છે.’’ વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી.
શેયાકાર થવાથી, તે ‘ભાવ’ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી; કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે-પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ.
‘આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી' - એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. એવો એક જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે.
Ο
‘વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે' એટલે જાણનારો જણાયો છે તે જાણવાની પર્યાય પોતાની છે. જાણનાર જે વસ્તુ જણાણી છે તે પર્યાય પોતાની છે. અર્થાત્ એ પર્યાય પોતાનું કાર્ય છે ને આત્મા તેનો કર્તા છે. અહા!