________________
૧૬
ઉપયોગને ઝીણો કરીને, લક્ષગત બનાવે તો તે પકડમાં આવે છે. સ્થાયી વસ્તુ ભગવાન જ્ઞાયકનું સહજ અસ્તિત્ત્વ ખ્યાલમાં આવતા અનુભવ થઈ જાય છે.
હું નિત્યાનંદ સ્વરૂપ જ્ઞાયક પરથી ને વિભાવથી તદ્દત ભિન્ન છું, શાયક... શાયક... શાયક, આ હું જુદો શાયક જ છુંએવું સતત ઘોલન રહે તે પણ ઉત્તમ
ઘોલનનો અર્થ કેવળ વિકલ્પ નહિ, પણ અંદર જ્ઞાયક તરફનું યથાર્થ વલણ છે. ઘોલન અને ઘૂંટનમાં વિકલ્પ સાથે હોવા છતાં તે અંદર ઝુકનારી જ્ઞાનની પર્યાય છે. હું આ શાયક છું, હું આ જુદો શાયક જ છું'- એમ તે અંદર પ્રવેશ કરે છે - અંદર જવામાં એકાગ્ર થાય છે. '
- નિજચૈતન્ય પદાર્થનું સ્વરૂપ યથાર્થપણે ખ્યાલમાં આવતાં તેનું જે નિરંતર ચિંતન, મનન, નિદિધ્યાસન રહે તે પણ સારું છે. અનાદિથી રાગનું જો ઘંટન કરી રહ્યો છે તેના કરતાં આ ચૈતન્ય બાજુ ઢળવું, વિભાવથી હઠી સ્વભાવ તરફ ઢળવું - તેનું નિરંતર ઘંટન કરવું એ પણ ઉત્તમ છે.
પહેલેથી વિકલ્પ તૂટતા નથી, વિકલ્પ તો આવે છે. રાગ મિશ્રિત વિચારથી પહેલાં પાકો નિર્ણય કરે, પછી સ્વભાવની એકાગ્રતા કરતાં વિકલ્પ તૂટે છે. પહેલાં વિકલ્પ આવે, પછી તેને પણ છોડીને અંદર સ્વરૂપમાં પ્રવેશ કરવો. પ્રવેશનો અર્થ પકડવું. જ્ઞાનની પર્યાયથી જ્ઞાયકને પકડવો. જ્ઞાયકનો અનુભવ તે સમ્યગ્દર્શન છે.
અંદર જ્ઞાયક વસ્તુ પોતે ઉપશમ રસનો પિંડ છે; તે દ્રવ્ય જ મારે જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી – એવી અંદરથી નિસ્પૃહતા આવે તો આત્મામાં અંદર ઊંડે જાય અને બધી પર્યાય પ્રગટે, અંતરમાં જઈને સ્વરૂપનો અનુભવ કરે જ. આવો મારગ છે!