________________
૧૫
જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્માને જાણે છે છતાં કેમ જણાતો નથી ? અંદર ચૈતન્ય મહાપ્રભુ ભગવાન આત્મા બિરાજે છે તે જ્ઞાનમાં જણાવા છતાં પોતે રાગને વશ થઈને રાગને જ જુએ છે તેથી પોતે જણાતો નથી.
આત્મજ્ઞાન પર સન્મુખ તો થતું જ નથી. કોઈ કાળે તારી બુદ્ધિ બગડી જશે તો પણ પરની સન્મુખ, જ્ઞાન આત્માને છોડીને, પરની સન્મુખ થઈને પરને જાણે, એ તો આત્માનો સ્વભાવ જ નથી. એ તો અજ્ઞાન થઈ જશે. પર સન્મુખ થાય એ તો ઇન્દ્રિયજ્ઞાન હોય.
આત્મજ્ઞાન પર સન્મુખ ન થાય ભાઈ ! આત્માનું જ્ઞાન તો નિરંતર પોતાના આત્માને જાણવાનું છોડતું જ નથી એનું નામ સભ્યજ્ઞાન છે.
99
સર્વજ્ઞ ભગવાને જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવો પ્રથમ વિકલ્પથી નિર્ણય કરે. “હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું અને સર્વા સર્વથી ભિન્ન છું ’ ત્યાં જે વિકલ્પનો ભાગ છે તે રાગ છે અને નિર્ણયનો ભાગ છે તે જ્ઞાનની પર્યાય છે, બંને એક સાથે છે.
પરથી તો હું ભિન્ન છું, પણ રાગ કે એક સમયની પર્યાય પણ મારું મૂળ સ્વરૂપ નથી, જે સદા પૂર્ણાનંદ સ્વરૂપ જ્ઞાયક પ્રભુ-ભગવાન આત્મા- તે જ હું છું. આવો સ્પષ્ટ નિર્ણય સમ્યગ્દર્શન થયા પહેલાં પણ હોવો જોઈએ.
‘જે સકલનિરાવરણ-અખંડ-એક પ્રત્યક્ષ પ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધ પારિણાત્મિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું.' 'એવું જ્ઞાનમાં આવવું જોઈએ. પ્રથમ આવો નિર્ણય આવવો જોઈએ, પછી ત્રિકાળી દ્રવ્ય સ્વભાવનો અંતરના જોરપૂર્વક આશ્રય કરતાં વિકલ્પ તૂટીને સમ્યગ્દર્શન તથા સ્વાનુભૂતિ થાય છે.
પહેલી અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપાદિથી યથાર્થ વસ્તુને જાણી અંતરંગ જ્ઞાન-શ્રદ્ધાનની સિદ્ધિ કરવી.
આંગણા સુધી આવ્યા વિના અંદર પ્રવેશ ક્યાંથી થશે ? તેમ પહેલાં વિકલ્પ સહિત સ્વ-પરનો સાચો નિર્ણય કર્યા વિના-આંગણામાં આવ્યા વિનાપરથી વિમુખ થઈ અંદર સ્વમાં ક્યાંથી જઈ શકશે ? નિર્વિકલ્પ કઈ રીતે થશે ? માટે પહેલાં પાકો નિર્ણય આવે છે ને પછી વિકલ્પ તૂટીને સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય છે.
અંદર પૂર્ણાનંદ પ્રભુ બિરાજે છે તેને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ધીરેથી,