________________
૧૪
દ્રવ્યરૂપ જ છે. એની વર્તમાન અવસ્થા પર દ્રવ્યના નિમિત્તે અશુદ્ધ થઈ છે. એ રીતે એમ કહી શકાય કે આત્મામાં બે પ્રકાર છે.
(૧) ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ
(૨) વર્તમાન પર્યાય સ્વભાવ.
(૧) ત્યાં ત્રિકાળી સ્વભાવ જે જ્ઞાયક ભાવ તે કદી પ્રમત-અપ્રમત એવા ચૌદ ગુણસ્થાનના ભેદરૂપ થયો નથી, નિરંતર જ્ઞાયકપણે શુદ્ધ રહ્યો છે.
(૨) પર્યાયમાં જે પ્રમત-અપ્રમતના ભેદ છે એ તો પર દ્રવ્યના સંયોગજનિત પર્યાય છે.
હવે એ પર્યાયનો ભાવ સ્વભાવથી સમજવા જેવો છે. જ્ઞાનધારા એ છે કે પ્રત્યેક મનુષ્યને જે જ્ઞાનનો પર્યાય છે, જેને આપણે જ્ઞાનનો ઉપયોગ કહીએ છીએ એ જ્ઞાન ઉપયોગના બે અંગ છે. એક બિહઅંગ છે-બાહ્ય અંગ છે અને એક અંતરંગ છે. અંતર્વંગ એ જ્ઞાનધારા છે અને જે બિહઅંગ છે તે બાહ્ય ઉપયોગ છે. તે જ્ઞાન વિશેષ છે અને જે અંતઅંગ છે તે જ્ઞાન સામાન્ય છે. એમ બંને થઈને સ્વ-પર પ્રકાશકપણું છે. પર્યાય એક છે અંગ બે છે.
એમાં જે જ્ઞાન વિશેષ છે એટલા બાહ્ય અંગમાં અનેક શેયોના પ્રતિબિંબ ઝીલાય છે, અનેક વિશેષતાઓ થયા કરે છે. જે જે શેયો સામે આવે છે તે શેયોના આકારે શેયાકાર જ્ઞાન જ્ઞાનાકાર થઈને પરિણમે છે.
અંતઅંગમાં જે જ્ઞાન સામાન્ય છે તે એકધારું એમ ને એમ સ્વ સંવેદનરૂપ - જ્ઞાન વેદનરૂપ એમ ને એમ ચાલુ રહે છે. પરપદાર્થના પ્રતિબિંબની અસર જ્ઞાન સામાન્ય પર નથી આવતી. એની મર્યાદા જ્ઞાન વિશેષ સુધીની છે. ઉપયોગમાં જે ‘જ્ઞ’પણું ચાલુ છે તે જ્ઞાન વેદન છે. એક જ પર્યાયમાં બંને છે. હવે લક્ષ બહાર હોવાથી-વેદનમાં આનંદ નથી આવતું-એ વેદાતો નથી-બસ આ જ ભૂલ છે. લક્ષ જો અંદર જાય તો વેદન-આનંદનું વેદન-થયા વગર રહે નહિ.
સર્વજ્ઞ પરમાત્માનો આ પોકાર છે. સર્વજ્ઞ પરમાત્મા સૌને નિજ સત્તાએ શુદ્ધ દેખે છે. અને સર્વજ્ઞની જેમ સૌ પોતાને નિજ સત્તાએ શુદ્ધ દેખે તો તેને તેવો જણાય.
આ થોડા અક્ષરોમાં ભગવાન આત્માનું આખું સ્વરૂપ આવી જાય છે.
આવો ભગવાન આત્મા સૌને સદાકાળ જણાય છે છતાં જણાતો કેમ નથી ? જ્ઞાનની પર્યાયમાં એવી તાકાત છે કે આખા ભગવાન આત્માને જાણે.