________________
૫૩
સમાધિ, રાગ વિનાની શાંતિ - એ સમાધિ થઈ. રત્નત્રયનું પરિણમન એ સમાધિ છે. એ સમાધિ આધિ-વ્યાધિ-ઉપાધિથી રહિત છે. ઉપાધિ અર્થાત્ સંયોગ જેમાં નથી, વ્યાધિ અર્થાત્ શરીરમાં રોગ છે તે ત્યાં નથી; આધિ અર્થાત્ મનમાં સંકલ્પ-વિકલ્પ તે ત્યાં નથી; એવી જે નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદ સુખાગ્નિભૂતિ માત્ર – રાગ રહિત સ્વાભાવિક આનંદરૂપ સુખ - એનો અનુભવ. આ નિશ્ચય રત્નત્રયનું સ્વરૂપ છે. એ ત્રણેય વીતરાગ પર્યાય છે. - સ્વાભાવિક આનંદ-સુખની અનુભૂતિ માત્ર જેનું “લક્ષણ છે, એવા લક્ષણ દ્વારા સ્વસંવેદન જ્ઞાન વડે, સ્વ = પોતાના + વેદન, આનંદના વેદન વડે, વીતરાગી સહજાનંદના સુખનાવેદન વડે ‘સ્વસંવેદ્ય' પોતાથી દવા યોગ્યગ” છું.
આત્મા'નું ત્રિકાળી જેવું સ્વરૂપ છે તેવું અનુભવમાં લેવું તેનું નામ “આત્મભાવના છે, એ મોક્ષનો માર્ગ છે.
પોતાના સ્વસંવદનથી તે ગમ્ય છે. નિર્વિકલ્પ, ઉદાસ, ત્રિકાળી શુદ્ધ ચૈતન્યરત્ન - એની એકાગ્રતા - એનું સ્વસંવેદન-એનું વેદન-અનુભવ પોતે પોતાથી પ્રત્યક્ષ થઈ શકે છે ! અનાદિથી પર્યાયમાં જે પર્યાયની અને રાગની પ્રાપ્તિ છે, તે પર્યાય “આત્મામાં અંતર્મુખ થઈને સ્વસંવેદન કરે છે, તો જે (આત્મ) વસ્તુ છે તે પ્રાપ્ત થાય. હું મૂળ તો એવો શક્તિએ અને સ્વભાવથી ભરેલી દશાવાળો અવસ્થ - એટલે શક્તિવાળો છું. ભરિતાવસ્થ એટલે પરિપૂર્ણ સ્વરૂપ. “પરિપૂર્ણ સ્વરૂપ હું છું' રાગ નથી, નિમિત્ત નથી, અપૂર્ણતા પણ મારામાં નથી.
હવે નાસ્તિથી કહે છેઃ રાગ-દ્વેષ-મોહથી રહિત છું.
રાગમાં વ્યવહારરત્નત્રયનો વિકલ્પ પણ આવી ગયો. દેવ-ગુરુ-શાસ્ત્રના શ્રદ્ધા અને પરદ્રવ્ય તરફના વલણની દશારૂપે જે રાગ તેનાથી તો હું રહિત છું. જેનાથી હું રહિત છું તે રાગથી તે કેમ પમાય?
“હેપ એટલે પ્રતિકૂળતા (પ્રત્યે અણગમો). પ્રતિકૂળ-અનુકૂળ જેવી કોઈ ચીજ જ નથી. એ તો જ્ઞાનમાં ‘પર શેય' તરીકે જણાવા લાયક વસ્તુ છે.
“મોહ એટલે પર તરફના વલણવાળી દશા, સાવધાની. એનાથી રહિત છું. કોધ-માન-માયા-લોભ એ ચારે કષાયોથી રહિત છું. ક્રોધ-માન એ ફ્લેષમાં આવી જાય, માયા-લોભ એ રાગમાં આવી જાય.