________________
પુરુષાર્થને હારી બેઠો છે. રે પશુ જેવા મૂઢ ! તું સમજ રે સમજ! ભેદજ્ઞાન કરીને તારા આત્માને પરથી જુદો જાણ, રાગથી જુદા ચૈતન્યનો સ્વાદ લે.
ભાઈ ! જડની ક્રિયામાં તારો સ્વભાવ ગોતવો મૂકી દે. આ ચૈતન્ય તારો સ્વભાવ છે, તે કોઈ દિવસ જડ થયો નથી. જડ અને ચૈતન્ય એ બંને દ્રવ્યના ભાગલા પાડીને હું તને કહું છું કે આ ચૈતન્ય દ્રવ્ય જ તારું છે. માટે હવે જડથી ભિન્ન તારા શુદ્ધ ચૈતન્ય દ્રવ્યને (તત્ત્વને) જાણીને તું સર્વ પ્રકારે પ્રસન્ન થા....!
અજ્ઞાનીનું અજ્ઞાન કેમ ટળે ને તેને ચૈતન્યના સુખનો અનુભવ કેમ થાય તે માટે આચાર્યદેવ ઉપદેશ આપે છે, “હે વત્સ! આ જડદેહ સાથે એકમેકપણું તને શોભે છે? ના, ના, તું તો ચૈતન્ય છો, માટે જડથી જુદો થા. દેહનો પડોશી થઈને તેનાથી ભિન્ન તારા ચૈતન્યને દેખ. દુનિયાની દરકાર છોડીને તારા ચૈતન્યને દેખ. જો તું દુનિયાની અનુકૂળતા કે પ્રતિકૂળતા જોવા શેકાઈશ તો તારા ચેતન ભગવાનને તું નહિ જોઈ શકે. માટે દુનિયાનું લક્ષ છોડી તેનાથી એકલો પડી અંતરમાં તારા ચેતન્યને જો. અંતર્મુખ થતાં જ તને ખબર પડશે કે ચૈતન્યનો કેવો અદભૂત વિલાસ છે. આ રીતે અનાદિની એકત્વ અને મમત્વ બુદ્ધિ છોડાવે છે.
હું પરનું કરી શકું અને પર મારું કરી શકે એવી કબુદ્ધિથી, હે જીવ, અનાદિ કાળથી તારા શુદ્ધ સ્વભાવને તેં તિરોભૂત કરી નાખ્યો છે અને દુ:ખનો અનુભવ કરી રહ્યો છે. તો આ તારી કબુદ્ધિ કાઢી અકર્તા દ્રવ્ય સ્વભાવનો આશ્રય કરી સુખનો અનુભવ કર.
તેવી જ રીતે જગતના કોઈ પણ પદાર્થને તું ભોગવી શકતો નથી છતાં તારી ભોકતૃત્વ બુદ્ધિથી તું એમ માની બેઠો છે કે હું બધા જ પદાર્થોને ભોગવું છું એ તારો ભ્રમ છે. તે માત્ર તારા એ પદાર્થો તરફના રાગને ભોગવે છે કે જે દુ:ખકારક છે. માટે તારી એ ભોકતૃત્વ બુદ્ધિ છોડી સુખનો અનુભવ કર ! '
અને છેવટે તારી જગતના પદાર્થોનો જાણવાના લોભની ઇચ્છા, તારી યત્વબુદ્ધિ તારા દુઃખનું કારણ છે એ જાણી એને છોડ અને તારા આત્માને, તને પોતાને જાણ! તને પોતાને જાણવાથી તને અતીન્દ્રિય આનંદનો અનુભવ
થશે! ૨. આત્માનું હિત એક મોક્ષ જ છે. ૧. આત્માનું પરમ હિત મોક્ષ જ છે. સ્વતંત્ર પરિપૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરવી
તે જ આત્માનું પરમ હિત છે. માટે તેનો ઉપાય કરવો કર્તવ્ય છે. ૨. આત્માના શ્રદ્ધા જ્ઞાન ને રમણતા એ એક જ કર્તવ્ય છે.