________________
૧૭૧
લક્ષ કરતાં જે વીતરાગતા પ્રગટ થાય છે એ જ મુખ્ય છે. વેદનમાં આવે છે એ જ મુખ્ય છે. લક્ષની અપેક્ષાએ ભલે ગૌણ કહ્યું પણ એવેદન આવ્યું એ વેદનને તું ગૌણ ન કરીશ. જે આનંદ પોતાને પ્રત્યક્ષ વેદાય એ જ મુખ્ય છે. પર્યાય સ્વભાવને લીધે વીતરાગી આનંદ તો સમયે સમયે થયા જ કરે છે એને ગૌણ કરી શકાય એવી કોઈ તાકાત નથી. ત્રિકાળીનું વદન હોતું નથી માટે જેનું વેદન
છે તેની મુખ્યતાના ઢંઢેરા પીટાય છે. માનો સાર આ મુજબ છેઃ |. અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે. . અપરિણામી એટલે ધ્રુવ, પર્યાય વિનાનું ફૂટંસ્થ. . અપરિણામી એટલે નિશ્ચય નયના વિષયભૂત જે અખંડ જ્ઞાયક કહ્યો છે તે જ
આ અપરિણામી નિજ આત્મા છે. '. નહિ પલટતો, નહિ બદલતો, પર્યાયપણે નહિ થતો એવો ભગવાન આત્મા
તેનો આશ્રય કરવો એ જ સમ્યગ્દર્શન છે. શાસ્ત્રમાં જ્યાં ને ત્યાં ત્રિકાળીને “છે' એમ કહ્યું છે ને પર્યાયને ‘નથી” એમ કહ્યું છે. ધ્રુવને ભૂતાર્થ કહ્યો ને પર્યાયને અભૂતાર્થ કહી છે. અભૂતાર્થ એટલે નથી, કઈ અપેક્ષાએ નથી? કે ત્રિકાળીનું લક્ષ કરવા માટે પર્યાયને ગૌણ કરી વ્યવહાર કહી, ને એ નથી એમ કહ્યું છે. પ્રમત્ત-અપ્રમત્ત પર્યાયમાં છે; નથી એમ નહિ.' પર્યાયનું અસ્તિત્વ છે. પર્યાય છે પણ તે પર્યાયને ગૌણ કરીને અભાવ બતાવીને ભાવવાળા ત્રિકાળી તત્વની નજર કરાવવી છે અને એના પર નજર થતાં, સમ્યગ્દર્શન થતાં ત્યાં પરમ આનંદનો અનુભવ થાય. પર્યાય દષ્ટિથી દુ:ખ થાય, પર્યાય છે ખરી પણ તેના આશ્રયે દુઃખી થાય તેથી તેને ગૌણ કરીને ત્રિકાળીનો આશ્રય લેવાનું કહ્યું છે. આત્મદ્રવ્ય પ્રમાણની અપેક્ષાએ માત્ર અપરિણામી નથી. પર્યાય છે એ પ્રમાણના વિષયમાં આવે છે. અપરિણામીનો આશ્રય લેવાનું કહ્યું છે પરંતુ પ્રમાણની અપેક્ષાએ એકલો અપરિણામી નથી, પલટતો અને બદલતો છે. અપરિણામી ધ્રુવ તરીકે છે અને એનો નિર્ણય કરનાર અનિત્ય છે. અનિત્ય ધુવનો નિર્ણય કરે છે. પલટાતી પર્યાય નહિ બદલતા ત્રિકાળીનો નિર્ણય કરે