________________
થયા વિના નહિ રહે અને આ જ અહં મિથ્યાદર્શન છે. “મારી સત્તા ધ્રુવ છે,' સમ્યગ્દર્શન દ્રવ્ય-પર્યાયનો આ ભેદ પણ સહન કરતું નથી. દષ્ટિનું સ્વરૂપ જ એવું છે. તેને જ્ઞાનની જેમ સ્વ-પરનો ભેદ કરતાં આવડતો નથી, તેને તો અહં કરતા આવડે છે. તેના લોકમાં કોઈ પર છે જ નહિ. તે મિથ્યા હોય છે ત્યારે પણ તેને બધું સ્વયં જ દેખાય છે, તો પછી સમ્યક થતાં તો તેની પરિધિમાં અન્ય ભાવોનો પ્રવેશ કેમ સંભવે? બીજું તો ઠીક, સમ્યગ્દર્શનના ઘરમાં પોતાને રહેવા માટે પણ કોઈ જગ્યા નથી. તેણે પોતાના ખૂણે ખૂણો ધ્રુવને માટે ખાલી કરી દીધો છે.
આવી રીતે સમ્યગ્દર્શનના સ્વરૂપનું અનુસંધાન બહુ જ આવશ્યક છે. અને એથી જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે.