________________
૧૯. શુદ્ધ ચૈતન્ય સત્તા મિથ્યાદર્શનાદિ વિકારી પર્યાય-સમુદાયથી વિકારી થતી નથી
પણ તે શુદ્ધ ચૈતન્ય સત્તાનું અદર્શન અર્થાત્ અવિશ્વાસ જ મિથ્યાદર્શનની વિકારી પર્યાય છે.
એવી જ રીતે તે ચૈતન્ય સત્તા સમ્યગ્દર્શનાદિ શુદ્ધ પર્યાયો ઉત્પન્ન થવાથી શુદ્ધ થતી નથી. પરંતુ તે શુદ્ધ ચૈતન્ય સત્તાનું દર્શન અથવા અહંજ સમ્યગ્દર્શનની શુદ્ધ પર્યાય છે.
આ રીતે ચૈતન્ય સત્તાની ત્રિકાલિક શુદ્ધતા અને સર્વ પર્યાય-નિરપેક્ષતા અત્યંત નિરાપદ છે. અને બધી જ અનિત્ય અને વિકારી પર્યાયો તેના ધ્રુવ પરિધિની બહાર રહી જાય છે. ત્યાં સુધી કે ધ્રુવે સત્તાના અહંને સમ્યગ્દર્શન કહેવાય તો છે પણ સમ્યગ્દર્શન વાસ્તવમાં ધ્રુવનું અહંનહિ કિન્તુ સ્વયં ધ્રુવ છે. આ રીતે સ્વયં સમ્યગ્દર્શન પણ સમ્યગ્દર્શનની પરિધિ (ધ્રુવ)ની બહાર રહી જાય છે અને દ્રવ્ય-પર્યાય સ્વરૂપ પૂરા આત્મપદાર્થમાં જો કે સમ્યગ્દર્શનનો વિષય પદાર્થનો ધ્રુવ સામાન્ય દ્રવ્યાંશ જ હોય છે, પણ અંશ હોવાથી તે અપૂર્ણ નથી પરંતુ સ્વયં પૂર્ણ છે અને દષ્ટિ(શ્રદ્ધા) પણ તેમાં અંશનો નહિ પણ પૂર્ણનો અનુભવ કરતી થકી સ્વયં પૂર્ણ છે. આ રીતે બંને અંશોની પૂર્ણતા જ વસ્તુની પૂર્ણતા છે. ધ્રુવને અંશ માનીને શ્રદ્ધા કરવી એ બીજા પ્રકારે મિથ્યાદર્શન જ છે.
ધુવ' તત્વ શ્રદ્ધા માટે મુખ્ય તત્વનથી પણ તે તેનું સ્વસ્વ જ છે, તેથી સમ્યગ્દર્શનની પર્યાય પોતે પોતાનો અભાવ કરીને ધ્રુવનું દર્શન કરે છે. શ્રદ્ધાની આ અનંત શૂન્યતામાં જ ધુવાની મંગળમય વસ્તી વસે છે અને તેથી શ્રદ્ધાનું
આ અદ્વૈત અનંત આનંદમય હોય છે. ૨૦. આત્માને માત્ર ધ્રુવ માનવાથી તેમાં પર્યાયનો અભાવ થઈ જતો નથી પરંતુ
ધ્રુવ અને ધુવની શ્રદ્ધા'-પૂર્ણ અને પૂર્ણનું અહં આ રીતે બંને અંશોની નિરપેક્ષ પૂર્ણતામાં આત્મા-પદાર્થ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ પૂર્ણ જ બની રહે છે.
એ નિશ્ચય છે કે શ્રદ્ધા આદિ વૃત્તિઓનું કાર્ય ધ્રુવ આત્મામાં કાંઈ કરવાનું નથી પણ તેને ધ્રુવ માત્ર જ માનવાનું છે. “હું ધ્રુવ છું' એ જ સમ્યગ્દર્શનનો સ્વર છે. સમ્યગ્દર્શનની કાયા ધ્રુવથી નિર્મિત છે. તેમાં સર્વત્ર ધ્રુવ જ પ્રસર્યું છે. અનિત્યતા તેમાં છે જ નહિ. તેને વિશ્વમાં ધ્રુવ સિવાય અન્ય સત્તાનો સ્વીકાર જ નથી. તેનું વિશ્વ જ ધ્રુવ છે. જો દષ્ટિમાં ધ્રુવ સિવાય અન્ય સત્તાનો પણ સ્વીકાર હોય તો દષ્ટિનો સ્વભાવ અહં હોવાને લીધે તેને અન્ય સત્તામાં અહે