________________
વસ્તુના સ્વભાવનું રહસ્ય
આત્મા જ્ઞાન સ્વભાવ છે. તે જ્ઞાનનો ગુણ જાણવું' તે છે એટલે કે જ્ઞાન જાણવાનું જ કામ કરે છે. આત્મામાં ને પરમાં ક્રમે ક્રમે જે અવસ્થા થાય તે શેય છે, તેને જેમ હોય તેમ માત્ર જાણવાનો જ્ઞાનનો ગુણ છે, પણ તેમાં કાંઈ ફેરફાર કરે એવો જ્ઞાનનો ગુણ નથી.
જ્ઞાનનો ગુણ એટલે કે જ્ઞાનનો સ્વભાવ. પર્યાયમાં રાગાદિ પરિણામ થયા તેને પણ જાણવાનો જ્ઞાનનો ગુણ છે. પણ તે રાગને પોતાનો ત્રિકાળી સ્વભાવ માને એવો ગુણ નથી. બસ! સ્વકે પર, વિકારી કે અવિકારી, બધાય શેયોને જાણવાનો જ જ્ઞાનનો ગુણ છે, રાગાદિ પરિણામ જેટલો જ હું એમ જ્ઞાન માને નહિ. આવા જ્ઞાન સ્વભાવની પ્રતીત તે જ વીતરાગતાનું મૂળ છે.
આ જંગતમાં અનંતા જીવ,અનંતાનંત પુદ્ગલો,ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને અસંખ્યાત કાળાણું - એવા છ પ્રકારના પદાર્થો છે. તેમાંથી એક આત્માનો જ્ઞાન ગુણ છયે પદાર્થોની ક્રમસર થતી બધી અવસ્થાઓને તથા દ્રવ્ય-ગુણને જાણનારો છે; આવો દરેક આત્માનો જ્ઞાન સ્વભાવ છે. આવા જ્ઞાનસ્વભાવને જે જાણે તે જીવ રાગ પરિણામને જાણે ખરો પણ તે રાગને પોતાનું મૂળ સ્વરૂપ ન માને, રાગને ધર્મ ન માને, તેમ જ રાગ પરિણામને આઘો પાછો કરવાનો પણ સ્વભાવ ન માને. તેના અવસરમાં તે રાગ પરિણામ પણ સત્ છે, ને તેને જાણનારું જ્ઞાન પણ સત્ છે; દ્રવ્યના ત્રિકાળી પ્રવાહ ક્રમમાં તે રાગ પરિણામ પણ સપણે આવી જાય છે, તેથી તે પણ જ્ઞાનનું શેય છે.
રાગ હતો માટે રાગનું જ્ઞાન થયું - એમ નથી. પણ જ્ઞાનનો જ સ્વભાવ જાણવાનો છે. આખા સ્વ શેયને જાણનારું જ્ઞાન તે રાગને પણ સ્વ શેયના અંશ તરીકે જાણે છે; ત્રિકાળી અંશીના જ્ઞાન સહિત અંશનું પણ જ્ઞાન કરે છે. જો રાગને સ્વ શેયના અંશ તરીકે સર્વથા જાણે જ નહિ તો તે જ્ઞાનમાં આખું ય સ્વ શેય પુરું થતું નથી, એટલે તે જ્ઞાન સાચું થતું નથી; તેમ જ જો તે રાગરૂપ અંશને જ આખું સ્વ શેય માની લ્ય ને ત્રિકાળી દ્રવ્ય-ગુણને સ્વ શેય ન બનાવે તો તે જ્ઞાન પણ મિથ્યા છે. દ્રવ્ય-ગુણ ને સમસ્ત પર્યાયો એ ત્રણે થઈને સ્વ શેય પુરું થાય છે, તેમાંથી અંશી-ત્રિકાળી દ્રવ્ય-ગુણની રુચિ સહિત અંશને તેમજ પર