________________
આત્મ ભાવના
“હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદરૂપ એક સ્વભાવ છું, નિર્વિકલ્પ છું, ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધાત્માના સમ્યક્ શ્રદ્ધાન, જ્ઞાન અનુષ્ઠાનરૂપ નિશ્ચય રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપસુખાનુભૂતિ માત્ર લક્ષણ દ્વારા સ્વસંવેદન જ્ઞાન વડે સંવેધ, ગમ્ય, પ્રાપ્ય ભરિતાવસ્થ છું.
' રાગ-દ્વેષ-મોહ-ક્રોધ-માન-માયા-લોભ-પંચેન્દ્રિય વિષય વ્યાપાર, મનવચન-કાય વ્યાપાર, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ-ખ્યાતિ-પૂજા-લાભ દષ્ટ શ્રુત અનુભૂત ભોગ-આકાંક્ષારૂપ નિદાન-માયા-મિથ્યા ત્રણ શલ્ય આદિ સર્વવિભાવ પરિણામ રહિત છું, શૂન્ય છું.
શુદ્ધ નિશ્ચયે હું આવો છું તથા ત્રણે લોક અને ત્રણે કાળે બધાય જીવ એવા છે-એમ મન-વચન-કાયથી અને કુત, કારિત, અનુમોદનાથી નિરંતર ભાવના કર્તવ્ય છે.” ભાવાર્થ: હું જ્ઞાન અને આનંદસ્વભાવી-તે જેનો “એક સ્વભાવ કે જેમાં ભેદનહિ, રાગ તો નહિ, પણ પર્યાયનો પણ ભેદ નહિ-સહજ જ્ઞાન, સહજ આનંદ જેનો એક સ્વભાવ છે, તે હું છું.” ચારે ય અનુયોગમાં “સારરૂપે તો વીતરાગતા' છે. અને વીતરાગતા તો ત્યારે પ્રગટે કે: “સહજ શાનાનંદહું ' એવી દષ્ટિ કરે તો પ્રગટે! એનો અર્થ “નો આશય કરવો.’ જેની પર્યાયબુદ્ધિ છૂટીને, ત્રિકાળી શુદ્ધ જ્ઞાન, સહજ શુદ્ધ જ્ઞાન, સ્વાભાવિક શુદ્ધ પવિત્ર જ્ઞાન અને આનંદતે હું છું. આમાં કોઈ વ્યવહારનો કર્તા છું કે રાગવાળો છું કે પર્યાયવાળો છું એમ લીધું નથી. “આવો હું છું' એવો વિકલ્પ ય નહિ. વસ્તુનું સ્વરૂપ “આ' છે. હું એક સ્વભાવી છું” જેમાં પરિપૂર્ણ ગુણ અને પરિપૂર્ણ સ્વભાવ એવો ભેદ નહિ. અનેકપણું કે એવા (ગુણ-ગુણીના) ભેદ નહિ-એવી એ તો પરિપૂર્ણ ગુણથી ભરેલી (અભેદ) ચીજ છે. એવી ભાવના ભાવવી. ભાવના એટલે વિકલ્પ અને ચિંતવનનહિ ભાવના એટલે એવા સ્વભાવમાં એકાગ્ર થવું. આવા ભાવમાં હું આ છું'(એકાગ્રતા થઈ) પછી એવી સ્વભાવીકારે તો પર્યાય થઈ. સમકિત તો “નિર્વિકલ્પ-સહજ-જ્ઞાનાનંદ-શુદ્ધ હું એક સ્વભાવી છું' એવી અંતરમાંવર્તમાન જ્ઞાનની પર્યાયમાં આ પૂર્ણ (સ્વભાવ) શેય થઈને, જ્ઞાન થઈને-પ્રતીતિ કરવી, તે છે.