________________
નાખતાં નિધાન ખુલી જાય છે તે વસ્તુ કેવી ? રાગને રાખવાનો તો મારો સ્વભાવનહિ પણ અલ્પજ્ઞતાને પણ હું રાખી શકે નહિ. - એમ પોતાને પ્રતીતિ આવતાં હું સર્વજ્ઞ થઈશ ને અલ્પજ્ઞ નહિ રહી શકું એમ ભરોસો આવી જાય છે.
(ગાથા ૩૦૩) ૮. જેમ રાગની મંદતા તે મોક્ષમાર્ગ નથી, જેમ વ્યવહાર સમદર્શન તે મોક્ષમાર્ગ
નથી કે મોક્ષનું કારણ નથી તેમ તેની સાથે રહેલું પરસત્તાવલંબી જ્ઞાન પણ મોક્ષમાર્ગનથી કે મોક્ષનું કારણ નથી. સ્વસત્તાને પકડવાની લાયકાતવાળું જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જ્ઞાનાનુભૂતિ - આત્માનુભૂતિ એ જ મોક્ષનું કારણ છે.
| (ગાથા ૩૨૭) ૯. અરે ભાઈ ! તું રાગાદિથી નિર્લેપસ્વરૂપ છો! કષાય આવે તો તેને જાણવો તે
તારી પ્રભુતા છે. કષાયને મારા માનવા તે તારી પ્રભુતા નથી. તું નિર્લેપ વસ્તુ છો. તને કષાયનો લેપ લાગ્યો જ નથી. આત્મા તો સદાય કષાયોથી નિર્લેપ તરતો ને તરતો જ છે. જેમ સ્ફટિકમણિમાં પરનું પ્રતિબિંબ પડે છે તેમ કષાય ભાવો - વિભાવો જ્ઞાનમાં જણાય છે તે તારામાં પેઠા નથી. તું નિર્લેપ છો. વ્રતાદિના વિકલ્પ આવે તે સંયોગીભાવ જ્ઞાયકથી ભિન્ન છે. જ્ઞાયકની જાતના નથી તેથી કજાત છે. પરજાત છે, પરય છે, સ્વજાત - સ્વય નથી. તું જ્ઞાયક સ્વરૂપ નિર્લેપ પ્રભુ છો. એ પ્રભુતાનો અંતરથી વિશ્વાસ કરતાં પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે.
(ગાથા ૩૭૪) ૧૦. જાણનાર...જાણનાર...જાણનારતે માત્ર વર્તમાન પુરતું નથી. જાણનાર
તત્ત્વ તે પોતાનું ત્રિકાળી સત્ બતાવી રહ્યું છે. જાણનારની પ્રસિદ્ધિ તે વર્તમાન પુરતી નથી પણ વર્તમાન છે તે ત્રિકાળીને પ્રસિદ્ધ કરી રહ્યું છે. વર્તમાન જાણનાર અસ્તિતે ત્રિકાળી અસ્તિ-સતને બતાવે છે.
(ગાથા ૪૧૮)
વન : ૨મ(05 2ઝબ લા