________________
ભણતર તે જ્ઞાન નથી, પણ નિર્વિકલ્પ-સ્વ સંવેદન-લક્ષણ તે જ્ઞાન છે. સુખાનુભૂતિમાત્ર લક્ષણ સ્વસંવેદન જ્ઞાનથી આત્મા જણાય તેવો છે, તે સિવાય જણાય તેવો નથી. નિર્વિકારી-સ્વસંવેદન જ્ઞાનથી જણાય તેવો છે પણ ભગવાનની વાણીથી જણાય તેવી નથી. આનંદની અનુભૂતિના સ્વસંવેદન જ્ઞાનથી જણાય એવો હું છું અને બધા આત્માઓ પણ એના સ્વસંવેદન જ્ઞાનથી એને જણાય એવા છે.
(ગાથા ૧૨૦) ૪. જેને આત્મા જણાયો છે એવો ધ્યાતા પુરુષ, ધર્મી જીવ કે જેને સ્વસંવેદન
આનંદની અનુભૂતિ સહિતનું જ્ઞાન એક અંશે પ્રગટ્યું છે, તે પ્રગટેલી દશાનું ધ્યાન ધ્યાની-જ્ઞાની કરતો નથી. અનુભવની જે પર્યાય છે તે એકદેશ પ્રગટ પર્યાયરૂપ છે, છતાં ધ્યાતા પુરુષ, ધ્યેયનું ધ્યાન કરનારો પુરુષ, તે પ્રગટ પર્યાયનું ધ્યાન કરતો નથી. ધર્મી કોનું ધ્યાન કરે છે? - ધર્મી જીવને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટી છે છતાં પ્રગટેલાનું ધ્યાન કરતો નથી, તો કોનું ધ્યાન કરે છે? - કે એક સમયની પર્યાય પાછળ બિરાજમાન જે સકળ નિરાવરણ - અખંડ - એક - પ્રત્યક્ષ પ્રતિભાસમય - અવિનશ્વર - શુદ્ધ - પારિણામિકભાવલક્ષણ - નિજ પરમાત્મ દ્રવ્યનું ધ્યાન કરે છે. સમ્યગ્દષ્ટિનું ધ્યેય શું છે? સમ્યક્દષ્ટિ ધર્મનો વિષય શું? - કે ત્રિકાળી - આત્મા તે એનો વિષય છે કે જે સકળ - નિરાવરણ - એક અખંડ વસ્તુ છે.
(ગાથા ૧૨૨) ૫. દષ્ટિનું પરિણમન સ્વભાવમાં થયું તે થયું, પછી એને સંભારવું છે ક્યાં? એ તો
રુચિનું પરિણમન થયું તે થયું તે સદાય રહ્યાં જ કરે છે, નિ:શંક છે એમ સંભારવું પડતું નથી અને શુભાશુભમાં હોય કે આત્માના અનુભવમાં હોય તો પણ સમનું પરિણમન તો જે છે તે જ છે.
(ગાથા ૨૧૨) હે ભગવાન! આપે જે ચૈતન્યનો ભંડાર ખોલી દીધો છે તેની પાસે કોણ એવો હોય કે જેને ચક્રવર્તીનો વૈભવ પણ તરણા જેવો ન લાગે? અહા ! અંતર અવલોકનમાં અમૃતરસ ઝરે છે અને બહારના અવલોકનમાં તો ઝેર અનુભવાય
(ગાથા ૨૪૪) ૭. ભાઈ તારા મહાભ્યની શી વાત! જેનું સ્મરણ થતાં જ આનંદ આવે એના
અનુભવના આનંદની શી વાત! અહો! મારી તાકાત તે કેટલી? જેમા નજરું