________________
ટળીને સમ્યકત્વ પર્યાય થઈ તેને પણ આત્મા જાણે છે, પણ પરિણામના કોઈ કમને તે આઘાપાછા ફેરવતો નથી.
અહો ! જે જે પદાર્થનો જે વર્તમાન અંશ તે કદી ફરે નહિ-આમાં એકલું વિતરાગી વિજ્ઞાન જ આવે છે. પર્યાય ફેરવવાની બુદ્ધિ નહિ ને, “આમ કેમ?
એવો વિષમ ભાવ નહિ એટલે શ્રદ્ધા અને ચારિત્ર બંનેનો મેળ થઈ ગયો. આવી રીતે સમ્યગ્દર્શન અને સમ્મચારિત્ર બંને ભેગા થઈ જાય તેવા ઊંચા ભાવો નીકળે છે.
ત્રિકાળી દ્રવ્યના એકેક સમયના પરિણામ સત્ છે, એ “સન જેને નથી બેઠુંને પર્યાયોમાં ફેરફાર કરવાનું માને છે તેને વસ્તુના સ્વભાવની, સર્વશદેવની, ગુરુની કે શાસ્ત્રની વાત બેઠી નથી અને ખરેખર તેણે તે કોઈને માન્યા નથી.
ત્રિકાળી વસ્તુનું વર્તમાન ક્યારે ન હોય? - સદાય હોય. વસ્તુનો કોઈ પણ અંશ લ્યો તે ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ છે. વસ્તુને જ્યારે જુઓ ત્યારે તે વર્તમાન વર્તતી છે. એ વર્તમાનને અહીં સ્વયંસિદ્ધ સત્ સાબિત કરે છે. જેમ ત્રિકાળી સત્ પલટીને ચેતનમાંથી જડ થઈ જતું નથી, તેમ તેનો એકેક વર્તમાન અંશ તે સત્ છે તે અંશ પણ પલટીને આઘોપાછો થતો નથી. આવી વસ્તુસ્વભાવ જાગ્યો તેને પોતાના એકલા જ્ઞાયકપણાની પ્રતીતિ થઈ, તે જ ધર્મ થયો અને તેણે દેવ-ગુરુ-શાસ્ત્રને પણ ખરેખર માન્યા કહેવાય. - ત્રણે કાળના સમયમાં ત્રણે કાળના પરિણામો ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ છે; કોઈ પણ એક સમયનો જે પરિણામ છે તે પરિણામ પહેલાં ન હતો ને પછી ઉપજ્યો, એટલે પૂર્વ પરિણામની પછીના તરીકે તે ઉત્પાદરૂપ છે, તથા તે પરિણામ વખતે પૂર્વના પરિણામનો વ્યય છે, પૂર્વના પરિણામનો વ્યય થઈને તે પરિણામ ઊપજ્યો છે માટે પૂર્વના પરિણામની અપેક્ષાએ તે જ પરિણામ વ્યયરૂપ છે. ને ત્રણે કાળના પરિણામના સળંગ પ્રવાહની અપેક્ષાએ તે પરિણામ ઉપજ્યો પણ નથી ને વિનાશરૂપ પણ નથી-તેમ છે એટલે કે ધ્રુવ છે. એ રીતે અનાદિ અનંત પ્રવાહમાં જ્યારે જુઓ દરેક પરિણામ ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વભાવરૂપ છે.
કોઈ પણ વસ્તુના પર્યાયમાં ફેરફાર કરવાની હોંશ તે પર્યાયબુદ્ધિનું મિથ્યાત્વ છે, તેને જ્ઞાન સ્વભાવની પ્રતીત નથી તેમજ શેયોના ઉત્પાદ-વ્યયધ્રુવ સ્વભાવની પણ ખબર નથી. અરે ભગવાન ! વસ્તુ સત્ છે ને? તો તે સતના જ્ઞાન સિવાય તેમાં બીજું તું શું કરીશ? તું સમાં ફેરફાર કરવાનું માનીશ