________________
૮૩
અમે દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન-શ્રદ્ધા કરી ચારિત્ર દશા પામીને સર્વજ્ઞ થયા છીએ. તમે પણ તેમ કરશો તો જરૂર મોક્ષ પામશો. તારો પુરુષાર્થ જે રાગ-દ્વેષમાં અથવા કુદેવાદિકમાં રોકાઇ ગયો છે તે પુરુષાર્થ તારા સ્વભાવ તરફ વાળ. મોક્ષમાર્ગરૂપી પર્યાયનું કારણ આત્મદ્રવ્ય છે. જે
જીવ તેના જ્ઞાન-શ્રદ્ધાન કરે છે તેને પાંચેય સમવાય એક સાથે હોય છે. ૧૭. એકલા વ્રત-તપાદિનો પુરુષાર્થ કરે તે જિનેશ્વરની આજ્ઞા અનુસાર પુરુષાર્થ
નથી. આત્માના સ્વભાવનો પુરુષાર્થ કરે તેને સર્વ કારણો આવી મળે છે. મોક્ષમાર્ગનો પુરુષાર્થ કરે તેને ગુરુનો ઉપદેશ,મનુષ્યદેહ, સંજ્ઞી પંચેન્દ્રિયપણું, પર્યાપ્તપણું આદિનિમિત્ત ન હોય એમ બને નહિ. પુરુષાર્થ કરનારને સર્વસિદ્ધિ થાય છે એમ નિશ્ચય કરવો. એકલી મોક્ષની ઇચ્છાની વાત નથી. ઇચ્છાને રાગ છે. અંતર જ્ઞાનાનંદસ્વભાવની રુચિને રમણતા
કરે તો બીજા કારણો મળે છે. ૧૮. બહારનો વેશ તે ચારિત્ર નથી. બહારમાં ચારિત્ર માને તે તો મિથ્યાદષ્ટિ
છે. પરને લઉં કે છોડું એ માન્યતા મિથ્યાત્વ છે. તે જિનેશ્વરની આજ્ઞા અનુસાર પુરુષાર્થ નથી. વિકાર કે નિમિત્તની ઉપેક્ષા કરી, સ્વભાવની
અપેક્ષા કરે તે જિનેશ્વરના ઉપદેશ અનુસાર છે. બાહ્ય કિયા ને રાગમાં ધિર્મ માને તે મિથ્યાત્વનો પુરુષાર્થ છે. ભગવાનની વાણી સાંભળવા છતાં પુરુષાર્થ ન કરે તો કોરો રહી જાય છે. કેવળી ભગવાન તો નિમિત્ત માત્ર છે. ઉપદેશ શિક્ષા માત્ર છે. વાસ્તવિક તત્ત્વનું મનન કરી, અંતરમાં શ્રદ્ધાજ્ઞાન કરી પુરુષાર્થ કરે તો ફળ જરૂર પામે. ઊંધા પુરુષાર્થમાં ફળની સિદ્ધિ
નથી. ૧૯. સ્વભાવનો નિર્ણય કરવો એ જ પુરુષાર્થ છે. તીર્થકરે ઉપદેશ કર્યો કે અમોએ
જે દ્રવ્ય-ગુણ-પર્યાયના નિયમથી આત્માનું જ્ઞાન કર્યું, તેનો નિર્ણય તમે કરો તો આત્મજ્ઞાન થશે.
જ્ઞાયક તરફ વળતા ક્રમબદ્ધનો સાચો નિર્ણય થાય છે. ઉપદેશ સાંભળી લાયક જીવો વિચાર કરશે કે કમ શેય છે ને જ્ઞાન તેને જાણે છે. જ્ઞાન સ્વભાવ સિવાય આત્માનું બીજું કાંઈ કાર્ય નથી. એમ નિર્ણય કરવા માટે ઉપદેશ આપે છે. સ્વભાવનો પુરુષાર્થ કર તો કમનો નિર્ણય યથાર્થ છે. અજ્ઞાનીને તો અક્રમનો નિર્ણય છે તેને પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ ટળતી