________________
૧૭૭
નથી) તેમાં સુખની કલ્પના કરે છે. આ તેના જ્ઞાનની ભૂલ છે અને તે ભૂલને લીધે જ જીવને દુ:ખ છે.
ΟΥ
અજ્ઞાન એ જીવનો અશુદ્ધ પર્યાય છે. અશુદ્ધ પર્યાય એ દુ:ખ હોવાથી તે અશુદ્ધ દશા (અજ્ઞાન) ટાળીને સાચા જ્ઞાન વડે શુદ્ધ દશા કરવાનો ઉપાય સમજાવવામાં આવે છે; કેમ કે -
બધા જ જીવો સુખ ઈચ્છે છે, દુ:ખથી ડરે છે. અને સુખ તો જીવની શુદ્ધ દશામાં જ છે. માટે જે છ દ્રવ્યો જાણ્યાં તેમાંના જીવ સિવાયના પાંચ દ્રવ્યોના ગુણ-પર્યાય સાથે તો જીવને પ્રયોજન નથી; પણ પોતાના ગુણપર્યાય સાથે જ જીવને પ્રયોજન છે.
જ્ઞાન તો જીવ દ્રવ્યની ખાસ શક્તિ છે, જીવ સિવાયના અન્ય કોઈ દ્રવ્યમાં જ્ઞાન નથી, તેથી જ્ઞાનશક્તિ વડે જીવ ઓળખી શકાય છે અને સુખ ગુણની પ્રાપ્તિ થઈ શકે છે. માટે જીવ દ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાય જાણવા.
88