________________
૧૭૮
ક્રમબદ્ધ પર્યાય
૧. ક્રમબદ્ધ પર્યાય એ તો વસ્તુની સ્થિતિ છે. એક પછી એક જે સમયે જે પર્યાય
થવાની હોય તેમાં દ્રવ્ય પણ ફેરફાર કરી શકતું નથી. ક્રમબદ્ધ પર્યાય થાય તેને દ્રવ્ય જાણે પણ તેમાં ફેરફાર દ્રવ્ય કરી શકતું નથી. આત્મા અનંત શક્તિઓનો પિંડ છે. શક્તિવાન દ્રવ્ય શુદ્ધ છે, તેના ગુણો શુદ્ધ છે. અને તેની દષ્ટિ થતાં પર્યાય પણ ક્રમસર નિર્મળ પરિણમે છે. શક્તિના વર્ણનમાં વિકારી પરિણામની વાત નથી, કારણ કે અશુદ્ધતા થાય એવી દ્રવ્યમાં કોઈ શક્તિ જ નથી. ગુણો અક્રમે વર્તે છે અને પર્યાયો ક્રમે વર્તે છે. શક્તિવાન દ્રવ્યની જેને દષ્ટિ થાય તેને
નિર્મળ પર્યાયો કમસર એક પછી એક થયા જ કરે છે. ૨. જે સમયે જે પર્યાય થવાની હોય તે પર્યાય તે જ કાળે ક્રમસર થાય છે. મોતીની
માળામાં પ્રત્યેક મોતી પોતપોતાના કાળસ્થાનમાં છે. તેમ દ્રવ્યની પર્યાયમાળામાં, પ્રત્યેક પર્યાય પોતપોતાના કાળસ્થાનમાં છે. જે પર્યાયનો જે કાળ હોય ત્યારે તે જ પર્યાય ત્યાં પ્રગટ થાય છે. આગળ-પાછળ નહિ. આવો નિર્ણય કરવામાં પાંચે ય સમવાય આવી જાય છે. ૧. જે સ્વભાવના લક્ષે આવો નિર્ણય કર્યો છે - એમાં સ્વભાવ આવ્યો. ૨. જે પર્યાય થવાની છે તે જ થઈ – એમાં ભવિતવ્ય આવ્યું. ૩. અને ત્યારે કર્મનો અભાવ થયો - એમાં નિમિત્ત આવ્યું (અથવા સાચા
દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યા) ૪. જે સમયે જે પર્યાય થવાની હોય તે જ સમયે તે પર્યાય પ્રગટ થઈ - ત્યાં
કાળ આવ્યો. ૫. અને સ્વભાવ સન્મુખ પર્યાય થઈ એમાં પુરુષાર્થ આવ્યો - પુરુષાર્થથી તે
સમયની પર્યાયની એવી યોગ્યતા થઈ.
આમ ક્રમબદ્ધ કરનારની દષ્ટિ જ્ઞાયક ઉપર જ હોય છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ઉપર જેની દષ્ટિ હોય તે જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય કરી શકે છે. ક્રમબદ્ધ જે છે એ તો પર્યાય છે. પર્યાયના આશ્રયે પર્યાયનો નિર્ણય થતો નથી. દ્રવ્યના આશ્રયે જ પર્યાય નિર્મળ થઈ એ સમ્યજ્ઞાન-દર્શન થાય છે. દ્રવ્યના આશ્રયે જે સમ્યજ્ઞાન થયું તે ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન કરે છે. પર્યાયના આશ્રમે ક્રમબદ્ધનું જ્ઞાન થતું નથી.