________________
૧૦૦
૩. જ્ઞાનીની અંતર્મુખ વૃત્તિઃ
દેહાદિથી ભિન્ન ચિદાનંદ સ્વરૂપ આત્માના ભાનપૂર્વક બાહ્ય પદાર્થો તરફની પ્રવૃત્તિ છોડીને અંતરમાં કરવા માટે જ્ઞાની એમ વિચારે છે કે -બાહ્ય પ્રવૃત્તિ જ બધી વ્યર્થ છે, તેથી પાંચ ઈન્દ્રિયો તરફનો વ્યાપાર છોડીને હું મારા જ્ઞાનને અંતર્મુખ કરું છું’ એમ જ્ઞાની ભાવના ભાવે છે. આ રીતે બાહ્ય વિષયો તરફનું વલણ છોડીને જ્ઞાનને આત્મામાં એકાગ્ર કરવું તેમાં જ શાંતિ અને સમાધિ છે. જ્ઞાનને બાહ્ય વિષયોમાં ભટકાવવું તે તો અશાંતિ અને વ્યગ્રતા છે.
એક વાર દઢ નિર્ણયથી પોતાના વેદનમાં જ એમ ભાસવું જોઈએ કે અરે, બાહ્ય વલણમાં ક્યાંય કોઈ પણ વિષયમાં પંચમાત્ર સુખ મને વેદાતું નથી. મ્બાહ્ય વલણમાં તો એકલી આકુળતા છે. અંતર તરફના વલણમાં જ શાંતિ અને અનાકુળતા છે, માટે મારા સ્વભાવમાં જ અંતર્મુખ થવા જેવું છે - આવા નિર્ણયના જોરે અંતર્મુખ થતાં વિકલ્પો તૂટીને નિર્વિકલ્પ અવસ્થા થતાં અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે.
અહો ! આ મારો આત્મા તો જ્ઞાન જ છે; તેને જ્ઞાન સ્વભાવથી બહાર લક્ષ થઈને જે કાંઈ શુભ-અશુભ વિકલ્પ ઊઠે તે વિકલ્પ નિરર્થક છે. આ મારા આત્મા સિવાય બીજું જે કાંઈ છે તે બધું ય મારાથી ભિન્ન છે. આમ ભેદજ્ઞાન કરવું છે. આવું જ્ઞાન કરે ત્યાં પર તરફનું જોર તૂટી જાય. જ્ઞાનને અંતર્મુખ કરીને સ્વ સંવેદનથી પોતે પોતાને જાણવો એવો અભિપ્રાય દૃઢ કરવો. આમ જાણીને ધર્મી પોતાના સ્વભાવ તરફ વળે છે, ને તેમાં એકાગ્ર થાય છે. તેનું નામ સમાધિ
છે.
‘હું તો જ્ઞાયક સ્વરૂપ જ છું ને મારા જ્ઞાયક સ્વરૂપમાં જ હું રહીશ. વિકલ્પ ઊઠે ને પર તરફ લક્ષ જાય કે પરને સમજાવવાની વૃત્તિ ઊઠે તે મારું સ્વરૂપ નથી, તેનાથી મને લાભ નથી. તેમ જ બીજા જીવોને પણ વાણીથી કે વાણી તરફના લક્ષથી લાભ નથી, તે જીવો પણ પર લક્ષ છોડીને પોતાના શાયક સ્વરૂપમાં વળશે ત્યારે જ તેમને લાભ થશે’-એમ જાણીને જ્ઞાની અંતરમાં ઠરે છે. જ્ઞાન પર લક્ષમાં અટકતા વિકલ્પ ઊઠ્યો છે, તે જ્ઞાનનું સ્વરૂપ નથી આવા જ્ઞાન સ્વરૂપને નક્કી કરીને સ્વમાં સ્થિર થાય તો અંદર અપૂર્વ શાંતિ અને સમાધિ થાય.
૪. જ્ઞાનીની અનિચ્છક દશા ઃ
જ્ઞાની ચતુર્થ ગુણસ્થાનમાં હોય તો પણ, અપરિગ્રહી છે. ઈચ્છા તે પરિગ્રહ છે. જેને ઈચ્છા નથી તેને પરિગ્રહ નથી. જ્ઞાનીને અજ્ઞાનમય ભાવનો અભાવ