SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ હોવાથી તેને ઈચ્છા નથી અને તેથી તેને પરિગ્રહ નથી. આ રીતે સર્વ જ્ઞાનીને પુણ્યનો, પાપનો તેમજ સમસ્ત પર ભાવોનો પરિગ્રહ નથી. જ્ઞાની તો જ્ઞાનમય ભાવના સદ્ભાવને લીધે જ્ઞાયક જ છે. આમ, અસ્થિરતાજનિત ઈચ્છા તો માત્ર ઉપલક ઈચ્છા હોવાથી તેને નહિ ગણીને શ્રી સમયસારમાં સર્વ જ્ઞાનીને અનિચ્છક કહેલ છે, કેવળ જ્ઞાયક કહેલ છે. જ્ઞાનીની દૃષ્ટિ અદ્ભૂત મહિમાવંત દ્રવ્ય સ્વભાવ ઉપર પડી હોવાથી તેને જગતનું કાંઈ જોઈતું નથી. તેને બધી ઈચ્છાઓ તૂટી ગઈ છે. જગતના વિવિધ પદાર્થો ભલે જણાય પણ ‘હું તો જ્ઞાતા જ છું’ એવા ભાવે પરિણમતો તે જ્ઞેયોને એકત્વપૂર્વક ગ્રહણ કરતો નથી, જુદો જ વર્તે છે. જ્ઞાન મનને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે. તેને રમવાનું સ્થાન-કીડાવન તો આત્મા જ છે. અનંતા શેયો ઝળકે તો પણ જ્ઞાન તો પોતાના સ્વરૂપમાં જ રહે છે. આત્મા અનંત કાળથી જ્ઞેયો પ્રત્યે એકત્વ બુદ્ધિ કરતો હતો, જે જે શેય જણાય તેની સાથે તન્મય થઈને અનંતા કર્મો બાંધતો હતો, ભ્રમને લીધે કોઈ શેય સારું ને કોઈ શેય ખરાબ એમ ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરી આકુળતા ને ખેદ કરતો હતો. હવે જ્યારે તેને જ્ઞાનમય પરિણમન થયું ત્યારે અનિચ્છક ભાવરૂપ પરિણમવા લાગ્યો. આ પર શેય મારું સ્વરૂપ નથી, મારે તે કાંઈ જોઈતું જ નથી. એમ શેય પર પદાર્થ પ્રત્યે રાગ-દ્વેષ કરતો નથી. મારા આત્મામાં અનંતી રિદ્ધિ-સિદ્ધિઓ ભરી પડી છે અને મનને આનંદરૂપ કરતો અદ્ભૂત જ્ઞાનપ્રકાશ મને અંતરમાં પ્રગટ થયો છે, તેથી મારી બધી ઈચ્છાઓ તૂટી ગઈ છે, મારે કાંઈ જોઈતું નથી, હું તો શાયક જ છું એમ નિસ્પૃહપણે પરિણમે છે. હજુ ચોથા ગુણસ્થાનમાં હોય, છતાં જ્ઞાનીને એવા નિ:સ્પૃહ પરિણામ વર્તતા હોય છે કે દૃષ્ટિ અપેક્ષાએ હું મનથી, વચનથી, કાયાથી રાગનો કર્તા, કારયિતા કે અનુમંતા નથી-એમ નવ નવ કોટિએ મેં વિભાવને તિલાંજલી આપી છે. મારી દૃષ્ટિ પર પદાર્થથી વિરામ પામી ગઈ છે. ભલે હજી અસ્થિરતા ઊભી છે, નવ નવ કોટિએ ત્યાગ તો ચારિત્ર પ્રગટે ત્યારે થાય છે, પણ આ તો દૃષ્ટિ અપેક્ષાએ અંતરના જોરની વાત છે. જ્ઞાનીની દૃષ્ટિ પર દ્રવ્ય ઉપરથી ઊઠી ગઈ છે, શેયોનું જ્ઞાન તે તો આત્માનો સહજ સ્વભાવ છે, પણ શેયોને તન્મયપણે ગ્રહણ કરવાની બુદ્ધિ ખસી ગઈ છે. આત્માને રમવાનું નંદનવન તો નિજ આત્મા જ છે, તે એને રમવા માટે મળી ગયું છે. .
SR No.005529
Book TitleVitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy