________________
૧૦૨ જ્ઞાયકનું સહજ સ્વરૂપ જ એવું છે કે જેમ જેમ પર તરફનો ઝુકાવ છોડી અંતરમાં વિજ્ઞાનઘન થતો જાય છે તેમ તેમ જ્ઞાન નિર્મળ થતું જાય છે, અને કોઈને અંદર જ્ઞાનની ઋદ્ધિઓ પ્રગટતાં બાહ્ય જ્ઞાન પણ વધતું જાય છે, પણ જ્ઞાની કહે છે - શેયો જણાય તો ભલે જણાય પણ હવે હું તેમની સાથે એકત્વબુદ્ધિ કરવાનો નથી, હું તો મારા આત્મામાં જ રહેવાનો છું, મારું નિવાસ સ્થાન જ મારી આત્મા, તેને છોડીને હવે હું ક્યાંય બહાર જવાનો નથી. કોઈ કોઈ સાધકને મતિ-શ્રુતની અનેક જાતની લબ્ધિઓ પ્રગટે, છતાં આત્મા તો આત્મામાં જ રહે છે.
પોતાના સ્વરૂપધામમાં રહેનાર એવા મને જગતના કોઈ ભાવોની ઈચ્છા નથી. એક ચૈતન્ય સ્વભાવને ગ્રહણ કરતાં મારી બધી ઈચ્છાઓ તૂટી ગઈ છે. બહારમાં પુણ્યના-વૈભવના ઢગલાઓ દેખાય, પણ મને એની ઈચ્છા નથી. જાતજાતના બહારના જોયો છે પણ મને તેનું આશ્ચર્યનથી. અનંત કાળથી પુણ્યના ઠાઠનું આશ્ચર્ય લાગતું તે, ભ્રાંતિને લીધે મારી ભૂલ હતી, જે ભૂલને કારણે પરિભ્રમણ થયું અને ત્યાં આકુળતાને ખેદ વેધા, હવે તો આ પુણ્યના વિલાસને છોડી હું મારા ચૈતન્ય વિલાસમાં વસુ છું.
અનંતા જોયો જ્ઞાનમાં ઝળકે, તોય મને એમાં આશ્ચર્ય નથી. આશ્ચર્યકારી મહિમાવંત તો મારો આત્મા છે. તે આત્મામાં મેંદષ્ટિ સ્થાપી છે. દષ્ટિ અપેક્ષાએ ક્રોધ-માન-માયા-લોભ, તથા મન-વચન-કાયા આદિના બધા વિકલ્પોનો મારામાં અભાવ છે. પરિણતિમાં પુરુષાર્થ ઊપડતા-ઉપયોગ પોતા તરફ વળતાં સ્વાનુભૂતિ થાય છે, ત્યાં જ આત્માની વિશ્રાંતિ છે, અનંત કાળના થાકનો વિરામ ત્યાં જ છે. હવે તો મારે બીજું કાંઈ જોઈતું નથી, એક આત્મા જ જોઈએ છે. વિભાવથી જુદો પડતાં હું પાંચ ઈન્દ્રિયોથી ભિન્ન સ્વયં જ્ઞાતા થઈ ગયો છું. સ્વ-પરને જાણવું તે તો મારો સ્વભાવ છે; હુંઆનંદસાગરમાં રહેનારો, ચૈતન્યનગરમાં વસનારી છું, મને શેયોનું આશ્ચર્યનથી. આખો લોકાલોક જણાય તો પણ મને તેનું આશ્ચર્ય નથી. હું પોતે જ આશ્ચર્યકારી મહિમાવંત પરમ પદાર્થ છું.
જ્ઞાયકભાવને ઊર્ધ્વરાખીને શેયોને જાણું છું, જ્ઞાયકના અસ્તિત્વને ગ્રહણ કરીને, જ્ઞાયકના જ્ઞાનરૂપ પરિણમનને હાજર રાખીને, માત્ર જાણું છું. “આ શાયકરૂપે રહેલો તે હું જ છું એમ મને-સાધકને વિભાવ હોવા છતાં વિભાવનું ભેદજ્ઞાન વર્તે છે. સાધક દશા હોવાથી, આ વિભાવ ભાવોની મારામાં ઉભવ