________________
૨. શુભ રાગ અને સભ્યજ્ઞાનનું અંતર (ભેદજ્ઞાન): રાગ ભાવ
વીતરાગ ભાવ ૧. રાગ મોહની જાતિનું છે. જ્ઞાન ધર્મની જાતિનું છે. ૨. રાગ સંસારનું કારણ છે. જ્ઞાનમાં શાંતિનું વેદન છે. ૩. રાગમાં એકાંત દુ:ખ જ છે. જ્ઞાનમાં પરમ સુખ છે. ૪. રાગથી કર્મબંધન થાય છે. જ્ઞાનથી કર્મ નિર્જરા થાય છે. ૫. રાગ વિભાવરૂપ છે. જ્ઞાન સ્વભાવરૂપ છે. ૬. રાગ અશુદ્ધતા છે.
જ્ઞાન શુદ્ધતા છે. ૭. રાગ હેય છે.
જ્ઞાન ઉપાદેય છે. ૮. રાગમાં પરાધીનતા છે. જ્ઞાનમાં સ્વાધીનતા છે.
શુભ રાગ-જ્ઞાનથી અત્યંત ભિન્ન છે, તો પણ અજ્ઞાની શુભ રાગથી સમ્યજ્ઞાન અથવા ધર્મ થવો માને છે તે એમને એકબીજામાં મિલાવે છે, તેમાં ભેદજ્ઞાન કરતો નથી. રાગ થવો દુર્લભ નથી, પરંતુ રાગરહિત આત્માનો અનુભવ થવો અતિ દુર્લભ છે અને એ જ કરવા જેવું છે. સુખરૂપ છે.
આ સંસારમાં પુણ્ય (શુભ ભાવ) કરવો અતિ સુલભ છે. પરંતુ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવું અતિ દુર્લભ છે. સમ્યજ્ઞાન તો રાગ રહિત અતીન્દ્રિય જ્ઞાન સ્વભાવી આત્માને જાણવાથી તેનો અનુભવ કરવાથી થાય છે.
આજ દિવસ સુધી જેટલા આત્માઓએ સિદ્ધ પર્યાય પ્રાપ્ત કરી છે તેઓ બધા ભેદજ્ઞાનની કળાથી સ્વાનુભૂતિ કરીને જ સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણ પામ્યા છે.
આત્મજ્ઞાન સિવાય સુખનો બીજો કોઈ ઉપાય નથી. મુકિતના માર્ગમાં સમ્યગ્દર્શનનું સ્થાન સર્વાધિક મહત્ત્વપૂર્ણ છે. આ મુક્તિ મહેલની પ્રથમ સીડી છે, એ સિવાય જ્ઞાન અને ચારિત્રનું સમ્યક થવું સંભવ નથી. સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે. જે એનાથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ જ છે, તેની મુક્તિની પ્રાપ્તિ સંભવ નથી.
આ જગતમાં જીવોને સમ્યગ્દર્શન સમાન હિતકારી અને મિથ્યાદર્શન સમાન અહિતકારી કોઈ અન્ય નથી. આ ભવમાં સમગ્ર પુરુષાર્થ આ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે લગાવવો અત્યંત આવશ્યક છે.