________________
જે સ્વભાવ છે તે પરમાં જતો નથી - આવા ભાવ રહેવાથી પરના ગમે તે પ્રસંગમાં જીવને શાંતિ જ રહે, ખેદનો ખદબદાટ ન થાય. અહા! આવી વાત છે ! જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માનો નિર્ણય એ જ એક મુખ્ય
વાત છે. ૪. “હું તો જ્ઞાતા છું.'
અહા! ત્રિકાળી સહજ જ્ઞાન ને આનંદાદિ સ્વરૂપ પોતાના અસ્તિત્વની સ્થિતિ, ભગવાન આત્માનું હોવાપણું, યે પ્રસંગે નથી? જે જે પ્રસંગો આવે ત્યાં પોતાના હોવાપણાને યાદ કરે, વિચારે ને એમાં રહે તો એને અંદરથી શાંતિ મળે. શુભ ભાવનો પ્રસંગ હોય એટલું જ નહિ પણ અશુભ ભાવનો પ્રસંગ આવે તો પણ, તેનાથી ભિન્ન રહીને હું તો જ્ઞાતા છું' એ વાત અંતરથી ખસવી ન જોઈએ; તો જ એને શાંતિ રહે. પરનું કાંઈક કરી દઉં તો મને શાંતિ મળે, પરની કાંઈક સગવડતા મળે તો મને ઠીક પડે -
એવો અભિપ્રાય હોય ત્યાં સુધી તો અશાંતિ ને દુખ જ રહે.. ૫. અનંત જ્ઞાન અને પૂર્ણ આનંદથી ભરેલું આ તત્વ છે. આવો આ આત્મા
જગતના જીવોને સાંખ્યો જતો નથી. આવો આ આત્મા ત્રણ કાળમાં કદી પણ જડરૂપે થયો નથી. એણે માન્યું ભલે હોય કે હું કર્મરૂપે થઈ ગયો, રાગરૂપે થઈ ગયો, અલ્પ જ્ઞાનરૂપે થઈ ગયો. પણ એ કદી એ રૂપે થયો નથી. પ્રભુ ! આ દેહમાં બિરાજમાન આત્માની વાત ચાલે છે હો! એની માન્યતામાં ભ્રમ છે પણ ભ્રમ ભાંગતા ભગવાન તો જેવો છે તેવો છે. આ વાત અનંત કાળમાં કોઈદિ એણે લક્ષમાં લીધી નથી. ‘આવડો મોટો હું!” એ કેમ બેસે? પામર વૃત્તિમાં પ્રભુનો સ્વીકાર થતો નથી. કંઈક પાપની વાસનામાં મજા માની લે, કંઈક પુણ્યના ફળોમાં બાદશાહી છે એમ માની લે પણ તેમાં અસલી બાદશાહી લૂંટાઈ જાય છે. પરમાત્મા એટલે પરમ સ્વરૂપ પોતે અકૃત્રિમ, અખંડ, અભેદ વસ્તુ છે એ લક્ષમાં
આવવી જોઈએ. જો તું શક્તિહીન હો તો નિજ પરમાત્માનું શ્રદ્ધાન કરજે.
હે મુનિ શાર્દૂલ! સંહનન અને શક્તિ હોય તો નિશ્ચય પ્રતિકમણ, નિશ્ચય પ્રત્યાખાન, નિશ્ચય આલોચના, નિશ્ચય સામાયિક વગેરે શુદ્ધ નિશ્ચય ક્રિયાઓ જ કર્તવ્ય છે.