________________
૧૮૧
૫. સમકિતની પર્યાયના કાળે સ્વયં કર્મના ઉપશમાદિ થયા તે નિમિત્ત પણ
આવી ગયું.
આમ પાંચે સમવાય એક સાથે રહેલા છે.
સ્વ દ્રવ્યના આશ્રયમાં જવું એનું નામ જ પુરુષાર્થ છે. પુરુષાર્થ બીજી શું ચીજ છે ? અહા ! શુદ્ધ ચૈતન્ય સ્વભાવી સ્વ દ્રવ્યના આશ્રયે પરિણમવું એ જ ઉદ્યમ અને એ જ પુરુષાર્થ છે. ભાઈ ! ક્રમબદ્ધના નિર્ણયમાં જ પુરુષાર્થ રહેલો છે, કેમ કે એમાં જ નિજ જ્ઞાતા-દષ્ટા સ્વભાવનું અવલંબન છે.
. કોઈ કર્તા થઈને પરિણમે અને જે સમયે જે રાગ થવાનો હતો એ થયો એમ ક્રમબદ્ધનું નામ લે તો એ તો સ્વચ્છંદી મિથ્યાદષ્ટિ છે; એને ક્રમબદ્ધનું સાચું શ્રદ્ધાન જ નથી. બાપુ ! આ કાંઈ સ્વચ્છંદ પોષવા માટે વાત નથી પણ સ્વભાવના આશ્રયે સાચો નિર્ણય કરી સ્વચ્છંદ મટાડવાની વાત છે.
ઘણા પ્રશ્ન કરે છે જો ક્રમબદ્ધ માનો તો બધું નિયત થઈ જાય છે અને આત્માને કાંઈ પુરુષાર્થ કરવાનો રહેતો નથી. ભાઈ ! વસ્તુ વ્યવસ્થા અને વિશ્વ વ્યવસ્થા તો નિયત અને સ્વાધીન જ છે. એમાં ફેરફાર કરવાની તું ચેષ્ટા કરે એને તું શું પુરુષાર્થ કહે છે ? બાપુ ! એ પુરુષાર્થ નથી પણ તારા મિથ્યા વિકલ્પ છે. વાસ્તવમાં તો દ્રવ્યની પર્યાય તેના કાળે, પરના કર્તાપણા વિના સ્વતંત્રસ્વાધીનપણે પોતાથી ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે એમ જેણે યથાર્થ માન્યું તે પુરુષાર્થી છે. કેમ કે એમ માનનાર પરથી હઠીને સ્વ અભિમુખ થાય છે અને સ્વ અભિમુખ થવું ને રહેવું એ જ સમ્યક્ પુરુષાર્થ છે.
પ્રત્યેક દ્રવ્યની સમયે સમયે જે જે પર્યાય થાય તે ક્રમબદ્ધ છે. જે દ્રવ્યની જે સમયે જે ક્ષેત્રે જે કાળે જે નિમિત્તથી જે પર્યાય થવાની હોય તે દ્રવ્યની તે સમયે ત્યાં તે જ પર્યાય થાય છે. આવું પર્યાયનું સ્વરૂપ છે. હવે આનો યથાર્થ નિર્ણય કરવા જાય તો
(૧) કર્મથી વિકાર થાય.
(૩) ભક્તિ આદિ શુભ રાગોથી મુક્તિમાર્ગ થાય
-ઇત્યાદિ બધી મિથ્યા માન્યતાઓ ઉડી જાય છે, પરના કર્તાપણાનું અભિમાન પણ ઊડી જાય છે. અહા ! જીવને પોતાનું જ્ઞાન (આત્મજ્ઞાન) થાય ત્યારે તે જાણે છે કે પોતામાં જે ક્રમબદ્ધ પર્યાયો થાય છે તેનો હું જાણનાર છું અને જડમાં-અજીવમાં
(૨) નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય.