________________
૧૫૦
કરવા જેવું છે. માટે બરાબર પ્રયત્ન કરીને આ સમજવું. પૂર્ણ સ્વભાવનો સ્વીકાર અને અપૂર્ણતાનો નકાર એવી સમ્યક પ્રતીતિના જોરે શુદ્ધોપયોગ થાય છે. અને એ શુદ્ધોપયોગના જોરે સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન થાય છે.
અધૂરી દશા અને પૂરી દશા એવો ભેદ તો પર્યાય અપેક્ષાએ છે, પણ દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ જુઓ તો દરેક સમયે પૂર્ણતા જ છે. દ્રવ્ય સ્વભાવ કેવળજ્ઞાનથી ભરેલો છે.
આત્માની બધી કાર્યશક્તિમાં વીર્યબળ પ્રધાન છે, કોઈ પણ પર્યાય આત્માના પુરુષાર્થ વગર થતો નથી. શુભ હો, અશુભ હો કે શુદ્ધ હો તેમાં આત્માનું વીર્યબળ જ કાર્ય કરે છે. આત્મા પોતે અધૂરા પુરુષાર્થમાં અટકતો હતો તેથી તેને નિમિત્તરૂપે અંતરાય કર્મ હતું. બધા આત્મામાં પુરુષાર્થ તો છે, પણ ઉત્તમ પુરુષાર્થ તેને કહેવાય કે જે આત્મસ્વભાવનો આશ્રય કરીને કેવળજ્ઞાન પમાડે. સમયસાર ગાથા ૭૪: જ્ઞાન થવાનો અને આસવોની નિવૃત્તિનો સમકાળ કઈ રીતે છે? ગાથા: આ સર્વ જીવ નિબદ્ધ, અધુવ, શરણહીન, અનિત્ય છે,
એ દુઃખ, દુ:ખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. - ૭૪. ગાથાર્થ આ આસવો જીવની સાથે નિબદ્ધ છે, અધ્રુવ છે, અનિત્ય છે, તેમજ અશરણ છે, વળી તેઓ દુ:ખરૂપ છે, દુ:ખ જ જેમનું ફળ છે એવા છે - એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે. ભાવાર્થ આસવોનો અને આત્માનો ઉપર કહ્યો તે રીતે ભેદ જાણતાં જ, જે જે પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા “વિજ્ઞાનઘન સ્વભાવ” થાય છે તે તે પ્રકારે તેટલા તેટલા અંશે તે આસવોથી નિવર્તે છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આસવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો અને આસવ નિવૃત્તિનો એક કાળ છે. આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે એટલે શું? આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે.”
જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને - ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તો પણ- અજ્ઞાન કહેવામાં આવે છે, અને મિથ્યાત્વ ગયા પછી તેને -