________________
૧૫૧ ભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તો પણ વિજ્ઞાન કહેવામાં આવે છે. જેમ જેમ તે જ્ઞાન અર્થાત્ વિજ્ઞાન જામતું - ઘટ થતું - સ્થિર થતું જાય છે તેમ તેમ આસવોની નિવૃત્તિ થતી જાય છે અને જેમ જેમ આસવોની નિવૃત્તિ થાય છે તેમ તેમે જ્ઞાન (વિજ્ઞાન) જામતું - ઘટ થતું - સ્થિર થતું જાય છે, અર્થાત્ આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે. સમયસાર શ્લોક૪૮: શ્લોકાર્થ એ રીતે પૂર્વ કથિત વિધાનથી, હમણાં જ (તુરત જ) પર દ્રવ્યથી ઉત્કૃષ્ટ (સર્વ પ્રકારે) નિવૃત્તિ કરીને વિજ્ઞાનઘન સ્વભાવરૂપ એવા કેવળ પોતાના પર નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો (અથવા પોતાને નિ:શંકપણે આસ્તિક્યભાવથી સ્થિર કરતો), અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા ફ્લેશથી નિવૃત્ત થયેલો, પોતે જ્ઞાન સ્વરૂપ થયો થકો, જગતનો સાક્ષી (જ્ઞાતા-દષ્ટા), પુરાણ પુરુષ (આત્મા) અહીંથી હવે પ્રકાશમાન થાય છે. - ૪૮.
આત્મા ત્રિકાળ જ્ઞાનાનંદ સ્વભાવી છે. વિજ્ઞાનઘન એટલે શું? જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા પોતામાં સ્થિર થતો જાય, ઠરતો જાય તેને વિજ્ઞાનઘન કહેવામાં આવે છે.
જ્ઞાન જ્ઞાનમાં ઠરે, જ્ઞાન જ્ઞાનમાં જામે, જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય તે વિજ્ઞાન છે અને તે મોક્ષમાર્ગ છે.
શુભાશુભ ભાવથી ભિન્ન નિજ જ્ઞાતા-દષ્ટા સ્વરૂપ વસ્તુનું લક્ષ કરી એમાં જ કરતાં આત્માનો વિજ્ઞાનઘન સ્વભાવ પ્રગટ થાય છે અને ત્યારે તેને કર્તાકર્મની પ્રવૃત્તિ મટે છે. •
આંત્મા રાગનો કર્તા અને રાગ એનું કર્મ - એ આત્માનું સ્વરૂપ નથી, એ તો શુદ્ધ નિર્મળ ચૈતન્યઘન સ્વરૂપ એકરૂપ વસ્તુ છે. એટલે પર્યાયમાં જે પુણ્યપાપના આસવના ભાવ છે તેથી ભિન્ન પડી ભેદજ્ઞાન દ્વારા નિજ શુદ્ધ ચૈતન્યમય તત્ત્વનો અનુભવ કરતાં પોતે વિજ્ઞાનઘન સ્વભાવરૂપ થાય છે.
તરત જ પર દ્રવ્યથી સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને વિજ્ઞાનઘન સ્વભાવરૂપ એવા પોતાના પર નિર્ભયપણે આરૂઢ થઈને ક્લેશથી-રાગથી નિવૃત્ત થાય છે. રાગથી નિવૃત્ત થાય છે એટલે વિજ્ઞાનઘન સ્વભાવરૂપ થાય છે. આ ધર્મ છે અને આ જ ઉપાય છે.