________________
૧૪૯
શુદ્ધોપયોગની શરૂઆત થઈ ગઈ હતી. પણ તે ઉપયોગ સંપૂર્ણપણે સ્વ દ્રવ્યના અવલંબનમાં ટકતો ન હતો પણ પરમાં અટકતો હતો. હવે એકલા સ્વ દ્રવ્યના અવલંબન વડે ઉપયોગને પરમાંથી ખસેડીને સ્વભાવમાં લીન કર્યો, એ શુદ્ધોપયોગના સામર્થ્યથી આત્મા પોતે કેવળજ્ઞાન રૂપે થઈ ગયો અને ઘાતિ કર્મો નાશ પામ્યાં.
સમ્યગ્દર્શન પણ શુદ્ધોપયોગથી જ પ્રગટે છે. કેવળજ્ઞાન પણ શુદ્ધોપયોગથી જ પ્રગટે છે. ખરેખર શુદ્ધોપયોગ પ્રગટ કરવો એ જ જીવનો પુરુષાર્થ છે, એટલે કે અવસ્થાને સ્વદ્રવ્યના અવલંબનમાં ટકાવવી એ જ પુરુષાર્થ છે.
જડકનો નાશ કરવાનો જીવનો પુરુષાર્થ નથી, કેમ કે જે વિકાર ભાવ છે તે સ્વયમેવ નાશ પામે છે. પોતે જ્યારે શુદ્ધોપયોગનું સામર્થ્ય પ્રગટ કર્યું - અર્થાત્ સ્વભાવના અવલંબનમાં પોતે ટક્યો ત્યારે જે અશુદ્ધતાનો નાશ ક્ય અને તે વખતે ઘાતિક પણ પોતાની મેળે નાશ પામી ગયા. જ્યારે શુદ્ધોપયોગનું સામર્થ્ય ન હતું ત્યારે અશુદ્ધતા હતી અને ઘાતિ કર્મો નિમિત્ત તરીકે હતા. અને જ્યારે શુદ્ધોપયોગના સામર્થ્યથી સ્વ દ્રવ્યમાં લીનતા કરી ત્યારે અશુદ્ધતાની ઉત્પત્તિ જ ન થઈ અને તે અશુદ્ધતાના નિમિત્તરૂપ ઘાતિ કર્મો પણ ટળી ગયા. આ રીતે ઉપાદાન-નિમિત્તની સંધિપૂર્વક કથન છે.
જુઓ ! આ સ્વભાવ સાથે સંબંધ જોડવાની અને પર સાથેના સંબંધ તોડવાની રીત, એટલે કે ધર્મની રીત ! જેવો પોતાનો સ્વભાવ છે તેવો જાણીને શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારવો તે જ દર્શન અને શાનનું આચરણ છે, અને પછી તે જ સ્વભાવમાં ઉપયોગની એકાગ્રતા કરવી તે ચારિત્રનું આચરણ છે. આ આચરણથી જ ધર્મ થાય છે. બીજા કોઈ ધર્મના આચરણ નથી.
મારો સ્વભાવ પરથી જુદો છે અને ઇન્દ્રિય વગર જ મારા જ્ઞાનને સુખ થાય છે - આમ નક્કી કર્યું ત્યાં સ્વભાવ તરફ વળવાનું જ આચરણ રહ્યું અને વિકારથી પાછો ફર્યો. ખરેખર પોતાના જે જ્ઞાનમાં કેવળી ભગવાનની અને અતીન્દ્રિય સ્વભાવની ઓળખાણ અને પ્રતીતિ થઈ તે જ્ઞાનનો મહિમા છે.
પૂર્ણ નિર્વિકાર જ્ઞાન સ્વભાવ જ હું છું એવી સમ્યક પ્રતીતિ થાય અને એ પ્રતીતિ સહિત અનુભવ થતાં આત્મા તરફની જાગૃતિનો શુદ્ધોપયોગ થાય છે. મારાથી આન થાય એમ માનવું નહિ, બધા આત્માથી આ થઈ શકે છે, આ જ