________________
૧૪૮
સ્વયમેવ (પોતે જ) સ્વ-પર પ્રકાશતા લક્ષણ જ્ઞાન અને અનાકુળતા લક્ષણ સુખ થઈને પરિણમે છે. આ રીતે આત્માનો જ્ઞાન અને આનંદસ્વભાવ જ છે. અને સ્વભાવ તો પરથી અનપેક્ષ (ઉદાસીન, સ્વતંત્ર) હોવાથી, ઇન્દ્રિયો વિના પણ આત્માને જ્ઞાન અને આનંદ હોય છે.
આત્મામાં જે કેવળજ્ઞાનરૂપ શક્તિ છે તે જ પ્રગટ થઈ છે. બધા આત્મામાં પરિપૂર્ણ શક્તિ છે. તેની સાચી સમજણ અને એકાગ્રતા વડે કેવળજ્ઞાન અને અતીન્દ્રિય સુખ પ્રગટે છે; તે મહાન મંગળરૂપ છે. અને એવા આત્મસ્વભાવની શ્રદ્ધા તે પણ શરૂઆતનું મહા મંગળ છે.
શુદ્ધોપયોગના સામર્થ્યથી જ આત્મા કેવળજ્ઞાન અને અતીન્દ્રિય આનંદરૂપે પોતે સ્વયમેવ થઈ જાય છે. આમાં કોઈની મદદનથી, રાગ કે વિકલ્પનું આલંબન નથી, કાળ નડતો નથી, ગુરકૃપાની અપેક્ષા નથી, કર્મની અપેક્ષા નથી, મનુષ્ય દેહ કે મહા વિદેહક્ષેત્રની મદદનથી, બધાથી નિરપેક્ષ સ્વયં પોતે જ જ્ઞાન અને સુખરૂપ થાય છે.
આત્મ સ્વરૂપની પ્રતીતિના જોરે શુદ્ધોપયોગ થાય છે. અને એ શુદ્ધપયોગના સામર્થ્યથી આ દશા ખીલે છે. એકલા ચૈતન્યના ઘોલનરૂપ જ્ઞાન દશા એટલે કે આત્મામાં જ રમણતારૂપ દશા, તેનાથી જ કેવળજ્ઞાન પ્રગટે છે. કોઈ નિમિત્તથી નહિ-સંયોગથી નહિ, કર્મો ખમ્યાં તેને લીધે નહિ, પહેલાંની મલિન દશા ટળી તેને કારણે નહિ, અને પહેલાંની અધૂરી શુદ્ધ દશાને કારણે પણ નહિ, માત્ર શુદ્ધોપયોગના વર્તમાન સામર્થ્યથી જ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવને અનુભવતો થકો, આત્મા પોતે જ જ્ઞાન અને સુખરૂપ પરિણમે છે.
શુદ્ધોપયોગ એટલે શું? શુદ્ધ આત્મ સ્વભાવ છે તેમાં જ્ઞાનની એકાગ્રતા, તે શુદ્ધોપયોગ છે. જેવો શુદ્ધ સ્વભાવ છે તેવો જાણ્યા વગર એને શ્રદ્ધા કર્યા વગર તેમાં જ્ઞાનની એકાગ્રતા થઈ શકે જ નહિ. શુદ્ધાત્માને જાણે અને શ્રદ્ધા કરે ત્યારથી શુદ્ધોપયોગ શરૂ થાય છે. અને પછી તેમાં જ સંપૂર્ણ એકાગ્રતારૂપ શુદ્ધોપયોગ પૂરો થતાં કેવળજ્ઞાન અને અતીન્દ્રિય સુખ આત્મામાં પ્રગટે છે, તે જ મંગળ છે.
શુદ્ધોપયોગે સ્વ દ્રવ્યમાં આલંબન લીધું એટલે કે વર્તમાન પર્યાય સ્વ દ્રવ્યમાં જલીન થયો, ત્યાં તે પર્યાય પોતે અતીન્દ્રિય જ્ઞાન અને સુખરૂપે પરિણમી ગયો. પહેલાં આત્મ સ્વરૂપનું સમ્યકદર્શન અને સમ્યકજ્ઞાન હતું ત્યારે