________________
૧૫
જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા
શુદ્ધોપયોગના પ્રભાવથી સ્વયંભૂ થયેલા આ આત્માને, ઈન્દ્રિયો વિના કઈ રીતે જ્ઞાન આનંદ હોય તે પ્રવચનસારની ૧૯મી ગાથામાં બતાવ્યું છે.
૧૪૭
66
પ્રક્ષીણ ઘાતિ કર્મ, અનહદ વીર્ય, અધિકપ્રકાશ અને ઇન્દ્રિયાતીત થયેલ આત્મા જ્ઞાન સૌષ્યે પરિણમે’ - ૧૯.
અર્થ : જેના ઘાતિકર્મો ક્ષય પામ્યા છે, જે અતીન્દ્રિય થયો છે, અનંત જેનું ઉત્તમ વીર્ય છે અને અધિક (ઉત્કૃષ્ટ) જેનું (કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ) તેજ છે, એવો તે (સ્વયંભૂ આત્મા) જ્ઞાન અને સુખરૂપ પરિણમે છે.
આત્માનો સ્વભાવ જ જ્ઞાન અને આનંદ છે. શરીર અને ઇન્દ્રિયો કોઈ પણ જીવને જ્ઞાન અને સુખનું કારણ નથી. પરંતુ જીવ પોતે જ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે.
સંસારી જીવોને જે ઇન્દ્રિયજનિત જ્ઞાન અને સુખ છે, તે જ્ઞાન અને સુખરૂપે કાંઈ શરીર કે ઇન્દ્રિયો પરિણમતી નથી, પણ શરીરાદિના લક્ષે તે જીવ પોતે જ કલ્પીત સુખ અને જ્ઞાનરૂપે પરિણમે છે.
જે જીવો શરીર અને ઇન્દ્રિયોનું લક્ષ છોડીને શુદ્ધોપયોગના પ્રભાવથી અતીન્દ્રિય થયા છે, તેઓ પોતે સ્વયમેવ જ્ઞાન અને આનંદરૂપ પરિણમે છે, તેમને જ્ઞાન આનંદ માટે કોઈ અન્ય પદાર્થની જરૂર નથી. કોઈ પણ આત્માનું જ્ઞાન કે સુખ પર પદાર્થોમાંથી આવતું નથી, પણ પોતાના સ્વભાવના ભાનપૂર્વક, શુદ્ધોપયોગના પ્રભાવથી આત્મા પોતે જ જ્ઞાન-આનંદ સ્વરૂપ થઈ જાય છે.
આ જ મૂળ મંત્ર છે. કેવળી ભગવાન જેવો જ બધા આત્માનો સ્વભાવ છે અને તે જ પર્યાયમાં પ્રગટ થાય છે.
ΟΥ
‘“શુદ્ધોપયોગના સામર્થ્યથી જેના ઘાતિ કર્મો ક્ષય પામ્યા છે, ક્ષયોપશમિક જ્ઞાન-દર્શન સાથે અસંયુક્ત હોવાથી જે અતીન્દ્રિય થયો છે, સમસ્ત અંતરાયનો ક્ષય થયો હોવાથી અનંત જેનું ઉત્તમ વીર્ય છે, સમસ્ત જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો પ્રલય થયો હોવાથી, અધિક જેનું કેવળજ્ઞાન અને કેવળદર્શન નામનું તેજ છે એવો આ (સ્વયંભૂ)આત્મા સમસ્ત મોહનીયના અભાવને લીધે, અત્યંત નિર્વિકાર, શુદ્ધ ચૈતન્ય સ્વભાવવાળા આત્માને અનુભવતો થકો,