________________
૬૪
૧. પુણ્યથી ધર્મ થાય અને જીવ બીજાનું કરી શકે એમ જેણે માન્યું છે તેણે પુણ્યથી ધર્મ ન થાય અને જીવ પરનું કાંઈ ન કરી શકે એમ કહેનારા ખોટા છે એમ પણ માન્યું છે; અર્થાત્ પુણ્યથી ધર્મ ન થાય અને જીવ પરનું ન કરે એમ કહેનારા ત્રણે કાળના અનંત તીર્થંકરો, કેવળી ભગવંતો, ભાવ લિંગી સંત મુનિઓ, સમ્યગ્દષ્ટિ જ્ઞાનીઓ-બધાયને તેણે એક ક્ષણમાં ખોટા માન્યા છે. આ રીતે મિથ્યાત્વના એક સમયમાં ઊંધા વીર્યમાં અનંત સત્ નકારનું મહા પાપ છે.
૨. વળી જેમ હું -જીવ- પરનો અને પુણ્ય-પાપનો કર્તા છું તેમ જગતના સર્વ જીવો પણ સદાકાળ પર વસ્તુના અને પુણ્ય-પાપરૂપ વિકારના કર્તા છે એમ પણ મિથ્યાદષ્ટિ જીવના અભિપ્રાયમાં આવ્યું. એ રીતે ઊધી માન્યતાથી તેણે જગતના બધા જીવોને પરના કર્તા અને વિકારના ધણી ઠરાવ્યા, એટલે કે બધા જ જીવોના શુદ્ધ અવિકાર સ્વરૂપનું પોતાના ઊધા અભિપ્રાય વડે ખૂન કર્યું, અને એ રીતે પોતાની ઊંધી માન્યતા જ મહા હિંસક ભાવ છે તથા તે જ મોટામાં મોટું પાપ છે. ત્રિકાળી સત્નો એક સમય માટે પણ અનાદર તે જ સૌથી મોટું પાપ છે.
૩. વળી એક જીવ બીજાનું કરી શકે એટલે કે બીજા જીવો મારું કાર્ય કરે અને હું બીજા બધા જીવોનું કાર્ય કરું એમ મિથ્યાત્વી જીવ માને છે, તેથી જગતના બધા જીવો એકબીજાના ઓશિયાળા પરાધીન છે એમ તેણે માન્યું. જ્યારે જગતનો દરેક દ્રવ્ય સ્વતંત્ર, સ્વાધીન અને પોતાનું કાર્ય કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે એ સત્નો નકાર થયો. આ ઊધી માન્યતા મહા ઊંધી દૃષ્ટિનું સૌથી મોટું પાપ છે.
શ્રી પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે કે સમ્યક્ત્વ સહિત નરકવાસ પણ ભલો છે. પરંતુ મિથ્યાત્વ સહિત સ્વર્ગવાસ પણ બૂરો છે. આથી નક્કી થાય છે કે જે ભાવે નરક મળે છે તે અશુભ ભાવ કરતાં પણ મિથ્યાત્વનું પાપ ઘણું જ મોટું છે.
આમ સમજીને જીવોએ સર્વથી પહેલાં સાચી સમજણ વડે મિથ્યાત્વનું મોટું પાપ ટાળવાનો અને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો ઉપાય કરવો જોઈએ.
દુ:ખની નિવૃત્તિ સર્વ જીવ ઇચ્છે છે, અને દુ:ખ જેનાથી જન્મ પામે છે એવા રાગ-દ્વેષ અને અજ્ઞાનાદિદોષોની નિવૃત્તિ વિના, થવી સંભવતી