________________
૬૩
૧૫. પ્રથમ તો, પંચ મહાવ્રતના રાગથી આત્માને લાભ માનવો તે જ મિથ્યાત્વ
છે, અને તે મહા પાપ છે. ૧૬. શુભ રાગ છે તે પોતે આકુળતા છે, તેનું અભિમાન કરીને અજ્ઞાની
મિથ્યાત્વને દઢ કરે છે, અને તે શુભ રાગના ફળરૂપે જડનો સંયોગ આવે છે. ક્યારેય પણ તે રાગ વડે આત્માને લાભ થતો નથી. આ વાત બરાબર
ધ્યાન રાખવી. ૧૭. છતાં પ્રથમ ભૂમિકામાં દેવ-શાસ્ત્ર-ગુરુની ઓળખાણપૂર્વક તેમનું
બહુમાન, ભક્તિ, જ્ઞાનીઓનો સમાગમ, વૈરાગ્ય ઇત્યાદિ શુભ રાગ આવે
છે. જ્ઞાનીની ભૂમિકામાં પણ તે હોય છે. ૧૮. હે જીવ! જો તમે આત્મકલ્યાણ ચાહતા હો તો સ્વત: શુદ્ધ અને સમસ્ત
પ્રકારે પરિપૂર્ણ આત્મ સ્વભાવની રુચિ અને વિશ્વાસ કરો, તેનું જ લક્ષ અને આશ્રય કરો. કેમ કે સુખ સ્વાધીન સ્વભાવમાં છે. પર દ્રવ્યો તમને સુખ કે દુ:ખ દેવામાં સમર્થ નથી. પોતાના દોષથી પરાશ્રય વડે અકલ્યાણ
કરી રહ્યા છો. ૧૯. સ્વદ્રવ્યમાં જ્ઞાન-શ્રદ્ધાન તથા સ્થિરતા કરો એ જ મુક્તિનો માર્ગ છે. સ્વ
દ્રવ્યમાં બે પડખાં છે. એક તો ત્રિકાળી શુદ્ધ સ્વત: પરિપૂર્ણ નિરપેક્ષ સ્વભાવ છે અને બીજે ક્ષણિક વર્તમાન વર્તતી વિકારી હાલત છે. પર્યાય પોતે અસ્થિર છે, તેથી તેના લક્ષે પૂર્ણતાની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન નહિ પ્રગટે. પણ જે ત્રિકાળી સ્વભાવ છે તે સદા શુદ્ધ છે, પરિપૂર્ણ છે અને વર્તમાનમાં પણ પ્રકાશમાન છે, તેથી તેના આશ્રયે પૂર્ણતાની પ્રતીતિરૂપ
સમ્યગ્દર્શન પ્રગટ થશે. ૨૦. એ સમ્યગ્દર્શન પોતે કલ્યાણ સ્વરૂપ છે અને તે જ સર્વ કલ્યાણનું મૂળ
છે. જ્ઞાનીઓ સમ્યગ્દર્શનને કલ્યાણની મૂર્તિ' કહે છે. માટે હે જીવ! તમે
સર્વ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો અભ્યાસ કરો. ૬. મિથ્યાત્વ:
પ્ર. : મિથ્યાત્વને સૌથી મોટામાં મોટું પાપ શા માટે કહ્યું? ઉ. : મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા, ખોટી સમજણ. જીવ પરનું કરી શકે
અને પુણ્યથી ધર્મ થાય એમ જેણે માન્યું તેને તે ઊધી માન્યતાથી એકેક ક્ષણમાં અનંતુ પાપ થાય છે. તે કઈ રીતે તે કહે છે.