________________
૨૯
બાકી દયા પાળવાનો ભાવ કે મુનિરાજને આહારદાન દેવાનો ભાવ કે અભયદાનનો વિકલ્પ એ શુભ રાગ છે, ધર્મ નથી. હું દયા પાળી શકું, દાન દઈ શકું એ માન્યતા મિથ્યાત્વ છે.
જ્ઞાન-જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો, અન્ય કાંઈ ન કહ્યું. આત્મા જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે. વ્યવહારે પણ જ્ઞાયકને જ જાણવાનું કહ્યું. પરમાર્થને જાણવાનું કહ્યું. બીજું કાંઈ કહ્યું નથી.
પૂર્ણાનંદનો નાથ અખંડ અભેદ એક વસ્તુ તે અનુભવની ચીજ છે- તેને વચન દ્વારા કેવી રીતે કહેવી? તેથી વ્યવહાર જ આત્માને પ્રગટપણે સ્પષ્ટ કહે છે. “શાન તે આત્મા એવો ભેદ પાડી વ્યવહારનય આત્માને જણાવે છે.
આવું વસ્તુ સ્વરૂપ યથાર્થ સમજી પરમાર્થનો વિષય જે અભેદ, એક શુદ્ધ આત્મા છે તેને દષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન છે.
વળી એવો પ્રશ્ન ઉઠે છે કે પહેલાં એમ કહ્યું હતુ કે વ્યવહારને અંગીકાર ન કરવો પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો ? સમાધાનઃ વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધ નય ભૂતાર્થ છે, એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાઈનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. - ત્રિકાળી પૂર્ણ આનંદસ્વરૂપ જે જ્ઞાયક ભાવ, છતો પદાર્થ શાશ્વત ચીજ આત્મા છે તે ભૂતાર્થ છે. જે જીવ તેનો આશ્રય કરે એટલે તેની સન્મુખ થાય તે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. કર્મ, રાગ અને ગુણ-ગુણીના ભેદ એ સઘળો વ્યવહાર છે, તે અસત્યાર્થ છે, જૂઠો છે કેમ કે એ કોઈ ચીજ ત્રિકાળી વસ્તુમાં નથી.
એવા અભેદની દષ્ટિ કરવી, આશ્રય કરવો તે સમ્યગ્દર્શન છે. ૩. શુદ્ધ નયથી જાણવું તે સમ્યકત્વ છેઃ
અશુદ્ધનયની (વ્યવહારનયની) પ્રધાનતામાં જીવાદિતત્ત્વોના ભેદવાળી શ્રદ્ધાને સમ્યકત્વક. અહીં જીવાદિતત્ત્વોને શુદ્ધ નય વડે જાણવાથી સમકિત થાય છે એમ કહ્યું છે. ભૂતાઈથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપ અને આસ્રવ, સંવર, નિર્જર, બંધ, મોક્ષ તે સમ્યકત્વ છે.
ભૂતાર્થ નયથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપ તથા આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - એ નવ તત્ત્વ સમ્યકત્વ છે.