________________
૨૮
૫.
અનુભવે તે સમ્યગ્દષ્ટિ જીવ છે. તેને કેવળી ભગવાન અને ઋષીથરો ભાવ શ્રુતકેવળી કહે છે. અંદર આખું જ્ઞાયક દળ જે અનંત અનંત બેહદ જ્ઞાન, આનંદ ઈત્યાદિ અનંત ગુણોથી ભરેલું અભેદ છે તેની સન્મુખ પોતાની જ્ઞાન પર્યાયને કરીને જે અનુભવગમ્ય નિજ સ્વરૂપને જાણે - અનુભવે છે તે ભાવ શ્રુતકેવળી છે, સમ્યગ્દષ્ટિ છે. ભાવશ્રુત દ્વારા અંતર આત્માને જાણે એ તો પરમાર્થ શ્રુતકેવળી છે.પરંતુ જ્ઞાનની પર્યાય બીજું બધું જાણે, સર્વ શ્રત જાણે, બાર અંગ જાણે, છે દ્રવ્ય અને તેમના ગુણ પર્યાયને જાણે એમ સમસ્ત પરને જાણે તેથી તેને વ્યવહાર શ્રુતકેવળી કહે છે.
જ્ઞાનની પર્યાયમાં સર્વ શેયો જણાય એ જ્ઞાનની પર્યાય શેયની નથી પરંતુ આત્માની જ છે. એ જાણનારી જ્ઞાનપર્યાય તે આત્મા-એમ ભેદ પાડ્યો તે વ્યવહાર.
જ્ઞાનની પર્યાયમાં સર્વશેયો જણાય ભલે, પણ એ જ્ઞાનપર્યાયનો સંબંધ કોની સાથે છે? એ શેયનું જ્ઞાન છે કે જ્ઞાતાનું? તો કહે છે કે સર્વશ્રતને જાણનારું જ્ઞાન જ્ઞાતાનું છે, આત્માનું છે. તે જ્ઞાનની પર્યાય આત્મા સાથે તાદાભ્ય છે; તે જ્ઞાન આત્માને બતાવે છે-તેથી ભેદરૂપ વ્યવહાર છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, તેથી સર્વશ્રુતજ્ઞાનને જાણે તે વ્યવહાર
શ્રુતકેવળી છે. સાર: ભાવ મૃતથી જે પ્રત્યક્ષ એક શુદ્ધાત્માને જાણે તે શ્રુત કેવળી છે એ નિશ્ચય અને જે સર્વ શ્રુત જ્ઞાનને જાણે તે શ્રુતકેવળી તે વ્યવહાર. - આકાશાદિ પાંચ દ્રવ્યો જડ છે. તેમની સાથે જ્ઞાનની પર્યાયનો તાદાત્મ સંબંધ નથી. એ જ્ઞાનની પર્યાય દેવ-શાસ્ત્ર-ગુરુની કે અરિહંતની વાણીની નથી. એ જ્ઞાનની પર્યાય તો આત્માથી તાદાત્મ સંબંધ છે તેથી આત્મા છે. સર્વ શેયને જાણે છતાં જ્ઞાન શેયનું નથી, જ્ઞાન આત્માનું છે.
પૂર્ણાનંદનો નાથ જે અખંડ, અભેદ, એક આત્મા તેને સ્વ સંવેદન જ્ઞાન વડે જાણતાં અને તેમાં એકાગ્ર થતાં જે અતીન્દ્રિય આનંદ પ્રગટે તે આનંદનું દાન દેનાર પોતે અને લેનાર પણ પોતે એને નિશ્ચયદાન કહે છે. તે ધર્મ છે.