________________
૩૦
આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થ નયથી જાણે સમ્યગ્દર્શન છે. (એ નિયમ કહ્યો); કારણ કે તીર્થની (વ્યવહાર ધર્મની) પ્રવૃતિ અર્થે અભૂતાર્થ (વ્યવહાર) નયથી કહેવામાં આવે છે. એવા આ નવ તત્ત્વો - જેના લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે - તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થ નયથી એકપણું પ્રાપ્ત કરી, શુદ્ધ નયપણે સ્થાપાયેલ આત્માની અનુભૂતિ કે જેનું એક લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે. (શુદ્ધ નયથી નવતત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો.)
બાહ્યદષ્ટિથી જોઈએ તો જીવ, પુદ્ગલના અનાદિ બંધ-પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં આ નવતત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે; (જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી;) તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થ નયથી એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતર્દષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારના હેતુ અજીવ છે; વળી પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે. અને પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ વિકાર હેતુઓ કેવળ અજીવ છે. આવા આ નવ તત્ત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતા ભૂતાર્થ છે અને સર્વ કાળે અખ્ખલિત એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ નવે તત્ત્વોમાં ભૂતાર્થ નયથી એક જીવ જ પ્રકાશમાન છે, એમ તે એકપણે પ્રકાશતો શુદ્ધ નયપણે અનુભવાય છે. અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ (આત્માની ઓળખાણ) જ છે, ને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે. આ રીતે સર્વ કથન નિર્દોષ છે - બાધા રહિત છે.
આ નવ તત્ત્વોમાં, શુદ્ધનયથી જોઈએ તો, જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે, તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતા નથી.
જ્યાં સુધી આ રીતે જીવ તત્ત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહારદષ્ટિ છે, જુદાં જુદાં નવતત્ત્વોને માને છે. જીવ-પુદ્ગલના બંધ પર્યાયરૂપ