________________
૩૧
દષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે.
પણ જ્યારે શુદ્ધ નયથી જીવ પુદ્ગલનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાતતત્ત્વાકાંઈવસ્તુનથી; નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયા હતાં તે નિમિત્ત-નૈમિત્તિક ભાવ જ્યારે ભાવ મટી ગયો ત્યારે જીવ-પુદ્ગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ (પદાર્થ) સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે, તથા નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, માટે શુદ્ધ નયથી જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધ નયથી આત્માને જાણે નહિ ત્યાં સુધી પર્યાય બુદ્ધિ છે.
આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધરૂપે દેખાતો હતો તેને શુદ્ધ નયે ચૈતન્ય ચમત્કાર માત્ર દેખાડ્યો છે, તેથી સદા એકાકારજ અનુભવ કરો, પર્યાય બુદ્ધિનો એકાંત ન રાખો એમ શ્રી ગુરુદેવનો ઉપદેશ છે.
શુદ્ધ નય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે તે આત્મા સ્વભાવને કેવો પ્રગટ કરે છે? પર દ્રવ્ય, પર દ્રવ્યોના ભાવો તથા પર દ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. વળી તે આત્મ સ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે, સમસ્ત લોકાલોકને જાણનાર છે એમ પ્રગટ કરે છે. વળી તે આત્મ સ્વભાવને આદિ અંતથી રહિત પ્રગટ કરે છે. વળી તે આત્મ સ્વભાવને એક-સર્વ ભેદભાવોથી (ત ભાવોથી) રહિત એકાકાર પ્રગટ કરે છેજેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. આવો શુદ્ધ નય પ્રકાશરૂપ થાય છે.
એ પ્રમાણે જ શુદ્ધનયથી જાણવું તે સમ્યકત્વ છે. એટલે કે ત્રિકાળી જ્ઞાયક ભાવને જ્ઞાયક...જ્ઞાયક....જ્ઞાયક સામાન્યપણે જાણવો એનું નામ સમ્યગ્દર્શન છે.
ભૂતાર્થ નયથી જાગેલ - એટલે છતી - વિદ્યમાન જે વસ્તુ ત્રિકાળ છે તેને જાણનારા નયથી જાણેલ જીવ, અજીવવળી પુણ્ય અને પાપ તથા આગ્નવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વ સમ્યકત્વ છે. એટલે એ નવ તત્ત્વમાંથી એક ત્રિકાળીને જુદો તારવીને એ જાણનાર, જાણનાર, જાણનાર માત્ર એકને જ દષ્ટિમાં લેવો એનું નામ સમ્યગ્દર્શન છે. એને આત્મા છે એવો બરાબર માન્યો, જાણ્યો અને અનુભવ્યો કહેવાય. ભગવાન આત્માનવ તત્ત્વમાં