________________
८२
પરિણામના જ્ઞાનનો કર્યા છે, અને પુગલ પરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યાપતું હોવાથી (વ્યાખ્યરૂપ થતું હોવાથી) કર્મ છે.
વળી આ રીતે (જ્ઞાતા પુદ્ગલ પરિણામનું જ્ઞાન કરે છે તેથી) એમ પણ નથી કે પુગલ પરિણામ જ્ઞાનનું વ્યાપ્ય છે; કારણ કે પુગલને અને આત્માને શેય-જ્ઞાયક સંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુદ્ગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ્ઞાનનું વ્યાપ્ય છે. માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે.) સમયસાર શ્લોક ૪૯: શ્લોકાર્થઃ વ્યાપ્ય-વ્યાપકપણું સ્વરૂપમાં જ હોય, અતસ્વરૂપમાં ન જ હોય. અને વ્યાપ્ય-વ્યાપકના સંભવ વિના કર્તા-કર્મની સ્થિતિ કેવી? અર્થાત્ કર્તાકર્મની સ્થિતિન જ હોય. આવો પ્રબળ વિવેકરૂપ અને સર્વને ગ્રામીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી અજ્ઞાન-અંધકારને ભેદતો, આ આત્મા જ્ઞાનસ્વરૂપ થઈને તે કાળે કર્તુત્વ રહિત થયેલો શોભે છે.. ભાવાર્થ જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે, અને કોઈ એક અવસ્થા વિશેષ તે (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યાપ્ય થઈ જાય છે. આવું વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ (અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં) હોય; અતસ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તા-સત્વ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થોમાં) ન જ હોય. જ્યાં વ્યાપ્ય-વ્યાપકભાવ હોય ત્યાં જ કર્તા-કર્મભાવ હોય; વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તા-કર્મભાવ ન હોય. આવું જે જાણે તે પુગલ અને આત્માને કર્તા-કર્મભાવ નથી એમ જાણે છે. આમ જાણતા તે જ્ઞાની થાય છે, કર્તા-કર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતા દષ્ટા-જગતનો સાક્ષીભૂત-થાય છે. ભગવાન આત્મા સ્વ-પર પ્રકાશક જ્ઞાનશક્તિનો પિંડ છે. તે પોતે કર્તા થઈને સ્વ-પરને પ્રકાશે છે. ભગવાન આત્મા સહજ જ્ઞાનસ્વભાવ છે. માટે જ્ઞાતાના પરિણામનું કાર્ય પોતાથી થાય છે. શુદ્ધોપયોગ ઉપયોગ કોને કહે છે ? જીવની જ્ઞાન-દર્શન શકિતનો વ્યાપાર.