SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ૨. જ્ઞાનોપયોગ: બધાને ભિન્ન ભિન્નપણે જાણવું તે જ્ઞાનોપયોગ છે. જ્ઞાનોપયોગ પણ સ્વભાવ અને વિભાવના ભેદને લીધે બે પ્રકારનો છે. (૧) સ્વભાવ જ્ઞાનોપયોગ (૨) વિભાવ જ્ઞાનોપયોગ. ૩. દર્શન ઉપયોગઃ કોઈ પણ પદાર્થને જાણવાની યોગ્યતા (લબ્ધિ) થતાં તે પદાર્થ તરફ સન્મુખતા, પ્રવૃત્તિ અથવા બીજા પદાર્થો તરફથી હઠીને વિવક્ષિત પદાર્થ તરફ ઉત્સુક્તા પ્રગટ થાય છે તે દર્શન છે. તે ઉત્સુક્તા ચેતનામાં જ થાય છે. વિવક્ષિત પદાર્થને થોડો પણ જાણવામાં આવતો નથી ત્યાં સુધીના ચેતનાના વ્યાપારને દર્શન ઉપયોગ' કહેવામાં આવે છે. પૂર્વ વિષયથી હઠવું અને પછીના વિષય તરફ ઉત્સુક થવું તે જ્ઞાનનો પર્યાય નથી તેથી તે ચેતના પર્યાયને દર્શન ઉપયોગ” કહેવામાં આવે છે. આત્માના ઉપયોગનું પદાર્થ તરફ ઝૂકવું તે દર્શન છે. સામાન્ય ગ્રહણ એટલે આત્મગ્રહણ, આત્મગ્રહણ તે દર્શન છે. અભિન્ન સામાન્યપણે દેખવું તે દર્શનોપયોગ છે. જે શક્તિના કારણે પદાર્થનો પ્રતિભાસ થાય તેને ચેતના કહે છે. દર્શનચેતના ને જ્ઞાનચેતના બે છે. જેમાં મહાસત્તાનો (સામાન્યનો) પ્રતિભાસ (નિરાકાર ઝલક) હોય, તેને દર્શનચેતના કહે છે. અવાજોર સત્તાવિશિષ્ટ વિશેષ પદાર્થને વિષય કરવાવાળી ચેતનાને જ્ઞાન ચેતના કહે છે. (જ્ઞાન ઉપયોગ) અંતર્મુખ ચિત્તપ્રકાશને દર્શન અને બહિર્મુખ ચિત્તપ્રકાશને જ્ઞાન કહેવામાં આવે છે. સામાન્ય-વિશેષાત્મક બાહ્ય પદાર્થને ગ્રહણ કરનાર જ્ઞાન છે અને સામાન્ય વિશેષાત્મક આત્મ સ્વરૂપને ગ્રહણ કરનારું દર્શન છે. આત્માના ચૈતન્યગુણનો ભેદ રહિત વેપાર તે દર્શન ઉપયોગ. ૪. સ્વભાવજ્ઞાન અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનાશી છે. તે પણ કાર્ય અને કારણરૂપે બે પ્રકારનું છે. સ્વભાવજ્ઞાનના બે પ્રકાર છે. (૧) કાર્ય સ્વભાવજ્ઞાન (૨) કારણ સ્વભાવજ્ઞાન સહજ જ્ઞાનોપયોગ પરમ પારિણામિક ભાવે સ્થિત છે તેમજ ત્રણે કાળે ઉપાધિ રહિત છે. તેમાંથી (સર્વને જાણનારો) કેવળજ્ઞાનોપયોગ પ્રગટે છે. માટે સહજ જ્ઞાનોપયોગ કારણ છે અને કેવળજ્ઞાનોપયોગ કાર્ય છે.
SR No.005529
Book TitleVitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy