________________
૧૨૮
વ્યાખ્યા:
૧. ઉપયોગઃ
આત્માના ચૈતન્યગુણને અનુસરીને વર્તવાવાળા પરિણામને ઉપયોગ કહે છે. ઉપયોગ બધા જીવોમાં સમયે સમયે થઈ રહ્યો છે.
જીવના લક્ષણરૂપ ચૈતન્ય અનુવિધાયી પરિણામને ઉપયોગ કહે છે. ક્ષયોપશમ હેતુવાળા ચેતનાના પરિણામ વિશેષને ઉપયોગ કહે છે. (શ્રુતના પેટા વિભાગમાં છે તે માટે )
આત્મા વસ્તુ છે. તેનો જ્ઞાન-દર્શન અર્થાત્ જાણવું-દેખવું એવો જે ઉપયોગ છે તે ગુણ (લક્ષણ) છે. .
આત્માનો'. '....અંદર વસ્તુ ચિદાનંદમય જે ભગવાન આત્મા છે તેનો ‘‘ચૈતન્ય અનુવર્તી’’ અર્થાત્ જાણવા-દેખવાનો જે ત્રિકાળી ભાવ છે તેને અનુસરીને વર્તનારો-થનારો વર્તમાન પરિણામ-પર્યાય તે ઉપયોગ છે.
આ ભગવાન આત્મા વસ્તુ છે કે જેમાં જ્ઞાન-દર્શનરૂપી અદ્ભૂત અલૌકિક સર્ચલાઈટ છે, અને તેમાંથી-અંદરમાંથી અનંત અનંત ઉપયોગરૂપ કિરણો ફાટે (સ્ક્રે)છે. આત્મા મહાપ્રભુ અંદર ચૈતન્યસૂર્ય છે-તો એ ચૈતન્યના તેજનો અંબાર-પ્રકાશ એ ઉપયોગ છે; અને તે ઉપયોગ આત્માનો છે.
ઉપયોગ એ આત્માનું (જીવનું) લક્ષણ છે.
(૧)આત્મા એ તો વસ્તુ છે.
(૨) પણ તેનો ભાવ શું છે ? કે ચૈતન્ય -ચૈતન્ય. જાણવા-દેખવાના સ્વભાવરૂપ શક્તિરૂપ જે ત્રિકાળી ભાવ છે તે એનો ગુણ છે.
(૩) અને તે ગુણને અનુવર્તી- અનુસરીને જે વર્તમાન દશા-પરિણામ થાય તે ઉપયોગ છે.
(૧) આત્મા એ સ્વભાવવાન ત્રિકાળી દ્રવ્ય-વસ્તુ થઈ.
(૨) ચૈતન્ય - એ એનો ધ્રુવ, અવિનાશી ગુણ-શક્તિ-ભાવ-સ્વભાવ થયો.
(૩) અને તેને ‘અનુવર્તી પરિણામ’ તેને અનુસરીને થતો વર્તમાન પરિણામ, વર્તમાન દશા, વર્તમાન અંશ, વર્તમાન અવસ્થા-હાલત ‘તે ઉપયોગ છે.’ અર્થાત્ તેને ઉપયોગ કહેવામાં આવે છે.