________________
૪૦
.
૧૦. સ્વ સ્વભાવ સન્મુખનું જ્ઞાન તે સમ્યકજ્ઞાન છે એકલા પર સન્મુખનું
જ્ઞાન તે અજ્ઞાન છે. કારણ કે સ્વ સ્વભાવની સંપૂર્ણતાના ભાન વિના એક સમયની પર્યાયની અપૂર્ણતામાં પૂર્ણતા માની છે. તેથી પૂર્ણ
સ્વભાવને લક્ષમાં લઈને પૂર્ણ સાધ્યને સાધવું. ૧૧. આત્માનું જ્ઞાન સ્વ-પર પ્રકાશક હોવાથી તેના અનુભવના કાળમાં પણ
તે જ્ઞાનસ્વરૂપ જ્ઞાનને પણ પ્રકાશે છે અને અખંડને પણ પ્રકાશે છે તેથી
તેને નિશ્ચયથી સ્વ-પર પ્રકાશક કહેવાય છે. ૧૨. એક આત્માને જાણતાં સર્વ જાણી શકાય છે. કેમ કે આત્માનો સર્વને
જાણવાનો સ્વભાવ છે. આત્માનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ હોવાથી
સ્વને જાણતા પર જણાઈ જાય છે ૧૩. આત્માની નિર્મળ શક્તિના ભાવમાં સ્વ અને અનંત પદાર્થો જેમ જળની
સ્વચ્છતામાં અનેક તારાઓ જળની સ્વચ્છતાને જોતા દેખાય છે તેમ
દેખાય છે. ૧૪. આત્માનું બળ એટલે કે વીર્ય, એમાં એવી તાકાત છે કે તે આત્મસ્વરૂપની
રચના કરે છે અને એ જ એનો સ્વભાવ છે. તે વિકારને રચે કે પરને રચે તેવું તે વીર્યનું સ્વરૂપ જ નથી. આત્મામાં દ્રવ્ય-ગુણ-પર્યાયની રચનાના સામર્થ્યરૂપ એક વીર્ય શક્તિ છે કે તેનું શક્તિવાન એવા આત્મદ્રવ્ય ઉપર
નજર જતાં દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણેમાં વ્યાપવું થાય છે. ૧૫. આત્મામાં એટલે કે અનંત શક્તિ સંપન્ન દ્રવ્યમાં અનંત શક્તિનું સ્વ
સંવેદનપણે એટલે કે નિજ (પોતાના) ભાવથી રાગના અભાવરૂપ પોતાના સ્વભાવથી પ્રત્યક્ષ વેદન થવું તે અનંત ગુણોમાંથી એક એવી
સ્વ સંવેદન શક્તિને બતાવે છે. ૧૬. દરેક વસ્તુનો સ્વભાવ તેની શક્તિમાં અનંત છે. કારણ કે જેનો સ્વભાવ
હોય તેની મર્યાદા શું હોય? એવા એક આત્મદ્રવ્યમાં અનંત ગુણરૂપ શક્તિ રહે છે. એનું માહાસ્ય આવતા સંયોગ, રાગ અને ભેદરૂપ દષ્ટિ ટળી જાય છે.