________________
૧૮૩ આનંદનું વેદન પરિણતિમાં છે. ત્રિકાળીનું વેદન થતું નથી. આનંદ એ જ્ઞાનનું લક્ષણ છે. જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ છે.
આવી રીતે ક્રમબદ્ધનું યથાર્થ સ્વરૂપ સમજી તેનો નિર્ણય થતાં પર્યાય દષ્ટિ મટી દ્રવ્ય દષ્ટિ થાય છે અને તે જ પ્રયોજનભૂત છે.
બધા જ જીવો આવું વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી અક્ષય અનંત સુખ પામે એ જ ભાવના!