________________
૭૯
૧૪. જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદજ્ઞાનથી સિદ્ધ થયા છે, અને જે કોઈ બંધાયા
છે તે ભેદજ્ઞાનના અભાવથી બંધાયા છે. જીવને અજ્ઞાન અનાદિથી છે. તે વડે કર્તા-કર્મની પ્રવૃત્તિ છે. ભેદજ્ઞાન થતાં તે કર્તા-કર્મની પ્રવૃત્તિથી
નિવૃત્ત થાય છે. ૧૫. પચ્ચકખાણનું સ્વરૂપ જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન થતાં શુદ્ધ ચૈતન્યના
લક્ષે જે સ્વરૂપના શ્રદ્ધાન અને જ્ઞાન પ્રગટ થયા અને જે અંશે સ્વરૂપમાં સ્થિરતા થઈ એ જ વાસ્તવિક પચ્ચકખાણ છે. અજ્ઞાની બાહ્ય ત્યાગ સંબંધી શુભ ભાવને પચ્ચકખાણ માને છે. પરંતુ ભાઈ ! શુભ ભાવ તો ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો છે, અચેતન છે, બંધરૂપ છે. એનાથી
બંધન કેમ અટકે? ૧૬. જેમાં ત્રિકાળ નિયમ લાગુ પડે એને સિદ્ધાંત કહેવાય. ૧૭. પ્રયોજનભૂત રકમ એટલે કે મુદ્દાની રકમ. એ ન સમજે અને બીજું બધું
સમજે તો તે યથાર્થ જ્ઞાન નથી. મોક્ષમાર્ગમાં જે જરૂરની છે તે રકમનું સંશય રહિત તથા વિપરિતતા રહિત યથાર્થ જ્ઞાન જોઈએ; તે ઊંધું હોય તો
ધર્મનો લાભ થાય નહિ. ૧૮. પોતાનો જેવો પૂરો સ્વભાવ છે તેવો ઓળખીને તેનો જ આદર કરવો,
શ્રદ્ધા કરવી તે જ આ મનુષ્યપણામાં જીવનું કર્તવ્ય છે. ૧૯. આત્માનો ધર્મ ક્યાંય બહારમાં નથી પણ આત્મામાં જ છે. એમ સમજીને
આત્મસ્વભાવમાં શોધે તો આત્મધર્મ પ્રગટે. શાંતિ આત્માના સ્વભાવમાં છે, આત્માનો સ્વભાવ ત્રિકાળ શાંતિથી ભરપૂર છે, તેની પ્રતીતિ કરીને તેનું અવલંબન લેતાં જ શાંતિનો અનુભવ થાય છે. આત્માની સમજણ
'જ શાંતિનું મૂળ છે. ૨૦. રાગને છોડવો એટલે કે રાગને પોતાથી ભિન્ન જાણવો અને જેને પોતાથી
ભિન્ન જાણે તેને પોતાનામાં ગ્રહણ કેમ કરે ? પોતાનો આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, તે રાગ વગર જીવનારો છે, ટકનારો છે. પોતાના સ્વભાવનો અનુભવ નિરાકુળ આનંદમય છે. જ્યારે આત્માનો સ્વભાવ જાણીને અને રાગાદિ પર ભાવોથી ભેદજ્ઞાન કરીને શુદ્ધ જ્ઞાનપણે પરિણમશે ત્યારે જ બંધન અટકશે, ને ત્યારે જ સાચી નિર્જરા થશે.