________________
૪. પુરુષાર્થથી જ મોક્ષ પ્રાપ્તિ ૧. મોક્ષની પર્યાય હિતરૂપ છે. સંસાર પર્યાય અહિતરૂપ છે. એવો નિર્ણય
કરવામાં બધું આવી જાય છે. ૨. એક કાર્ય થવામાં અનેક કારણ મળે છે. જ્ઞાનાનંદ સ્વભાવના આશ્રયે
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારત્રિ દશા પ્રગટે છે, તે મોક્ષનો ઉપાય છે. ત્યાં ત્રણ કારણો (૧) કાળ લબ્ધિ આવતાં ભવિતવ્યનુસાર
(૨) મોહાદિકનો ઉપશમાદિક થતાં
(૩) પોતાના પુરુષાર્થથી ઉદ્યમ કરતાં-મોક્ષનો ઉપાય બને છે. ૩. પૂર્વે કહેલાં ત્રણ કારણમાં ભવિતવ્ય તો કોઈ વસ્તુ નથી. આત્મ સન્મુખ
થઈ નિર્વિકારી દશા જે વખતે કરે તે કાળ છે, જે વખતે કાર્ય બન્યું તે જ કાળલબ્ધિ છે. બીજી કોઈ કાળલબ્ધિ નથી. જે કાર્ય બને તે ભવિતવ્ય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર દશા થઈ તે ભવિતવ્ય છે, તે પોતાના પર્યાયમાં લાગુ પડે છે, બહારમાં લાગુ પડતી નથી. વળી કર્મમાં ઉપશમાદિઆદિનું થવું તે પુદ્ગલની શક્તિ છે. જીવ પુરુષાર્થ કરે ત્યારે કર્મ સ્વયં ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયરૂપે થાય છે. તેનો કર્તા-હર્તા આત્મા નથી. આત્મા તેને બાંધતો નથી કે ટાળતો નથી. માટે તેના સામું જોવાની જરૂર નથી. જડની પર્યાય આવે અને જાય, તેમાં
આત્માનું કાર્ય બિલકુલ નથી. ૫. સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરે તે આત્માનું કાર્ય છે ને આત્મા તે કરી શકે
છે. હું શુદ્ધ ચિદાનંદ છું એવી શ્રદ્ધા પોતે કરે છે તે આત્માનું કાર્ય છે. માટે પુરુષાર્થપૂર્વક ઉધમ કરવાનો ઉપદેશ આપે છે. આત્માનું કાર્ય પુરુષાર્થથી થાય છે માટે ઉપદેશ આપે છે. કર્મ જડ છે તેને ઉપદેશ દેતા
નથી. ૬. પુરુષાર્થ કરતાં બધાં કારણો મળી રહે છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં
એકલો પુરુષાર્થ છે. જે સમયે જે થવાનું છે તે થવાનું છે. તેવો નિર્ણય સ્વભાવના નિર્ણયથી થાય છે ને તેમાં અનંત પુરુષાર્થ છે. પરનું બનવાનું
હોય તેમ બને એમ માનનાર પરથી ઉદાસ થઈ ગયો ને સ્વ તરફ વળ્યો. ૭ દેહની ક્રિયા ને પુણ્યમાં ધર્મ માન્યો છે તે ઊંધો પુરુષાર્થ છે, તેને છોડી
સ્વ તરફ વળવાનું કહે છે. પરના કાર્ય જીવના પુરુષાર્થથી થતાં નથી. આત્માનું કાર્ય પુરુષાર્થથી થાય છે.