________________
૮૧
હું જ્ઞાયક છું, પુણ્ય-પાપ વિકાર છે, શરીરાદિ જડ-બાહ્ય તત્ત્વ છે તેની ક્રિયા આત્મા કોઈ દિવસ કરી શકતો નથી. એમ અંદર પુરુષાર્થ કરવો તે કાર્ય છે. જે આત્માનું કાર્ય હોય તે કરવાનું કહેવામાં આવે છે. શરીરાદિ કે કર્મનું કાર્ય આત્માનું નથી, કર્મને મટાડવાનું આત્માને આધીન નથી. શુદ્ધ ચૈતન્ય સ્વભાવની પ્રતીતિ ને જ્ઞાન કરી શકે છે માટે તે કહેવામાં આવે છે. હવે જે કારણથી આત્માનું કાર્ય જરૂર થાય તે કારણરૂપ પુરુષાર્થ કરે ત્યાં અન્ય કારણો અવશ્ય મળે જ, તે ન હોય તેમ બને નહિ. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર અંતરના પુરુષાર્થથી થાય છે. જે કારણથી કાર્યની નિષ્પતિ થાય છે કારણ સેવે તો જરૂર કાર્ય થાય. જ્યાં પુરુષાર્થ હોય ત્યાં અન્ય
કારણો અવશ્ય મળે જ. ૧૦. જિનમતમાં જે મોક્ષનો ઉપાય કહ્યો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય
જ. માટે જે જીવ જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થથી મોક્ષનો ઉપાય કરે છે તેને કાળલબ્ધિ વા ભવિતવ્ય પણ થઈ ચૂક્યાં તથા કર્મના ઉપશમાદિ થયા છે તો તે આવો ઉપાય કરે છે. માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે તેને સર્વકારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો
નિશ્ચય કરવો. ૧૧. તથા જે જીવ પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો કાળલબ્ધિ
અને ભવિતવ્ય પણ નથી, અને કર્મના ઉપદમાદિ થયા નથી તેથી તે ઉપાય કરતો નથી, માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો કોઈ કારણ મળતાં નથી-એવો નિશ્ચય કરવો, તથા તેને મોક્ષની પ્રાપ્તિ
થતી નથી. ૧૨. જે જીવ જિનેશ્વરના ઉપદેશ અનુસાર કરે છે તેને મોક્ષ થાય છે માટે
ઉપદેશનું સ્વરૂપ યથાર્થ જાણવું જોઈએ. ઉપદેશ સાંભળતી વખતે શુભ રાગ છે, શરીર છે, ઇન્દ્રિયો છે, જિનેશ્વર છે, ગુરુ છે, શાસ્ત્ર છે, પણ તે મોક્ષના કારણ નથી. અહીં “ઉપદેશ અનુસાર” કહ્યું છે, પણ લખાણ અનુસાર કરે છે એમ નથી કહ્યું. કોઈ નિમિત્ત કે રાગ અનુસાર મોક્ષમાર્ગ નથી. નિમિત્તના કર્તાપણાનો કે નિમિત્ત મેળવવાનો ઉપદેશ ન હોય. વીતરાગતાનો ઉપદેશ હોય. વળી પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવાનું કહ્યું છે. ઉપદેશ તો શિક્ષામાત્ર છે, ફળ તો જેવો પુરુષાર્થ કરે તેવું આવે.